Home Bibles ઊત્પત્તિ 21:30 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 21:30 · ગુજરાતી બાઇબલ

ઇબ્રાહિમે કહ્યું, “જયારે તમે આ સાત ઘેટીઓ માંરી પાસેથી લેશો ત્યારે આ કૂવો મેં ખોદાવ્યો છે એનો એ પુરાવો થશે.

Cross references

ઊત્પત્તિ 26:18

ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમના સમયમાં જે કૂવાઓ ખોદાવ્યા હતા તે ફરીથી ખોદાવ્યા. કારણ કે ઇબ્રાહિમના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે કૂવાઓ માંટીથી પૂરી દીધા હતા. અને ઇસહાકે તે કૂવાઓનાં નામ તેના પિતાએ જે પાડયાં હતાં તે જ રાખ્યાં.

ઊત્પત્તિ 31:44

એટલા માંટે હું તમાંરી સાથે કરાર કરવા માંગુ છું કે, આપણે પથ્થરોનો એક ઢગલો કરીશું. જે આપણી વચ્ચે સાક્ષી રહેશે કે, આપણે કરાર કર્યો છે.”

ઊત્પત્તિ 31:52

આ પથ્થરનો ઢગલો અને આ સ્માંરકસ્તંભ પણ સાક્ષી છે, તે આપણને આપણા કરારનું સ્મરણ કરાવવામાં મદદરૂપ થશે કે, આ ઢગલાને ઓળંગી માંરે તારી પાસે અથવા આ ઢગલાને અને થાંભલાને ઓળંગીને તારે માંરી પાસે લડવા માંટે કે નુકશાન કરવા આવવાનું નથી.

યહોશુઆ 22:27

પણ એ વેદી તમાંરી અને અમાંરી વચ્ચે અને આપણી ભાવિ પેઢીઓ વચ્ચે એ વાતની સાક્ષી થશે કે અમે પણ દેવને પૂજી શકીએ અને યહોવાને બલિઓ અને અર્પણો આપી શકીએ, જેથી તમાંરી ભવિષ્યની પેઢીઓ અમાંરી આવતી પેઢીઓને નહિ કહે કે, ‘તમને યહોવામાં કોઈ ભાગ નથી.’

યહોશુઆ 24:27

પછી યહોશુઆએ લોકોને ઉદેશીને કહ્યું, “આ પથ્થર આપણો સાક્ષી છે, યહોવાએ આપણને જે કંઈ કહ્યું છે તે બધું તેણે સાંભળ્યુ છે. તમે જો તમાંરા યહોવા દેવનો વિરોધ કરશો, તે એ તમાંરી વિરુદ્ધ સાક્ષી પૂરશે.”

Interlinear

Choose Theme