Cross references
ઊત્પત્તિ 21:3
સારાએ પુત્રને જન્મ આપ્યો અને ઇબ્રાહિમે તેનું નામ ઇસહાક પાડયું.
1 કાળવ્રત્તાંત 1:28
ઇબ્રાહિમના પુત્રો: ઇસહાક અને ઇશ્માએલ.
1 કાળવ્રત્તાંત 1:32
ઇબ્રાહિમની ઉપપત્ની કટૂરાહના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક અને સૂઆહ થયા.
1 કાળવ્રત્તાંત 1:34
ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક, એસાવ અને ઇસ્રાએલનો પિતા હતો.
માથ્થી 1:2
ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.ઈસહાક યાકૂબનો પિતા હતો.યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
લૂક 3:34
યાકૂબનો દીકરો યહૂદા હતો.ઇસહાકનો દીકરો યાકૂબ હતો.ઈબ્રાહિમનો દીકરો ઇસહાક હતો.તેરાહનો દીકરો ઈબ્રાહિમ હતો.નાહોરનો દીકરો તેરાહ હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 7:8
‘દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.