‘દેવે ઈબ્રાહિમ સાથે કરાર કર્યો; આ કરારની નિશાની સુન્નત હતી. અને તેથી જ્યારે ઈબ્રાહિમને પુત્ર થયો ત્યારે તે આઠ દિવસનો થતાં જ તેણે તેની સુન્નત કરી. તેના પુત્રનું નામ ઈસહાક હતું. ઇસહાકે પણ યાકૂબની સુન્નત કરી. અને યાકૂબે તેના પુત્રો માટે એમ જ કર્યુ. આ પુત્રો આગળ જતાં બાર પૂર્વજો થયા.
Cross references
દેવે ઇબ્રાહિમને કહ્યું, “તું અને તારા પછી તારા વંશજો પેઢી દરપેઢી માંરો આ કરાર પાળશો.
યહોવાએ સારાને આપેલ વચન જાળવી રાખ્યું. અને યહોવાએ પોતાના વચન અનુસાર સારા પર કૃપા કરી.
તેની પત્નીને બાળકો થતાં ન હતા. આથી ઇસહાકે તેના માંટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ ઇસહાકની પ્રાર્થના સાંભળી અને માંન્ય રાખી અને રિબકા ગર્ભવતી થઇ.
યહોવાએ જોયું કે, યાકૂબ લેઆહ કરતાં વધારે રાહેલને પ્રેમ કરે છે, તેથી યહોવાએ લેઆહને બાળકોને જન્મ આપવા યોગ્ય બનાવી, પરંતુ રાહેલને કોઈ સંતાન થયું નહિ.
યાકૂબ અને તેના માંણસોએ બેથેલ છોડયું. અને જ્યારે તેઓ એફ્રાથથી હજી થોડે અંતરે હતા ત્યાં જ રાહેલને પ્રસૂતિની પીડા શરૂ થઇ.
પુત્રને જન્મ આપતી વખતે રાહેલનું અવસાન થયું. જીવ જતાં જતાં તેણે તેનું નામ ‘બેનોની’ પાડયું હતું. પરંતુ તેના પિતા યાકૂબે તેનું નામ ‘બિન્યામીન’ પાડયું.
યાકૂબને બાર પુત્રો હતા: લેઆહના પેટે જન્મેલા પુત્રો છ હતા: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઈસ્સાખાર અને ઝબુલોન. યાકૂબના પહેલા ખોળાનો પુત્ર રૂબેન.
યાકૂબે પોતાના પુત્રો તથા પુત્રોના પરિવાર સહિત મિસરની યાત્રા કરી. ઇસ્રાએલના પુત્રોનાં નામ આ પ્રમાંણે છે:
ઇબ્રાહિમ ઇસહાકનો પિતા હતો. ઇસહાક, એસાવ અને ઇસ્રાએલનો પિતા હતો.
ઇસ્રાએલના પુત્રો આ છે: રૂબેન, શિમોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
ઈબ્રાહિમ ઈસહાકનો પિતા હતો.ઈસહાક યાકૂબનો પિતા હતો.યાકૂબ યહૂદા અને તેના ભાઈઓનો પિતા હતો.
મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે. (પરંતુ ખરેખર મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો નથી. મૂસાના પહેલા જે લોકો જીવી ગયા તેઓની પાસેથી સુન્નતનો નિયમ આવ્યો છે.) તેથી કેટલીક વાર વિશ્રામવારે શિશુની સુન્નત કરવામાં આવે છે.
“મારા ભાઈઓ, હું તમને આપણા પૂર્વજ દાઉદના સંદર્ભમાં સાચું કહીશ. તે મૃત્યુ પામ્યોં હતો અને તેને દફનાવવામાં આવ્યો હતો. તેની કબર આજે પણ આપણી પાસે છે.
તો આ કેવી રીતે થયું? ઈબ્રાહિમે તેની સુન્નત કરાવી તે પહેલા કે ત્યાર પછી દેવે તેનો સ્વીકાર કર્યો? તેની સુન્નત પહેલા જ દેવે તેને સ્વીકારી લીધો હતો.
ઈબ્રાહિમને આપેલું દેવનું વચન આવું હતું: “યોગ્ય સમયે હું પાછો આવીશ, અને સારાને દીકરો થશે.”
ભાઈઓ અને બહનો, મને એક ઉદાહરણ આપવા દો: એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે માન્ય કરાર કરે તે વિષે વિચારો. એક વાર ને માન્ય કરાર કાયદેસરનો બને પછી, કોઈ પણ વ્યક્તિ ને માન્ય કરારને અટકાવી નથી શકતી. અથવા તેમાં કશો ઉમેરો કરી શક્તી નથી.
હું આમ કહેવા માંગુ છું; દેવે જે કરાર ઈબ્રાહિમને આપ્યો, તે નિયમના આગમનના ઘણા પહેલા અધિકૃત બનાવાયો હતો.430 વરસ પછી નિયમ ઉદભવ્યો. તેથી નિયમ કરારને છીનવી શકે નહિ, અને દેવ ઈબ્રાહિમને આપેલા વચનને બદલી શકે નહિ.
આ મલ્ખીસદેકની મહાનતાને વિચાર કરો! ઈબ્રાહિમે યુદ્ધમાં જીતીને મેળવેલી તમામ સંપત્તિમાંથી દશમો ભાગ આપી દીધો.