Home Bibles ☰ Books ઊત્પત્તિ 25:20 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 25:20 · ગુજરાતી બાઇબલ

ઇસહાકે 40 વર્ષની વયે રિબકા સાથે લગ્ન કર્યા. રિબકા પાદાનારામની વતની હતી. તે અરામના બથુએલની પુત્રી અને અરામના લાબાનની બહેન હતી.

Cross references

ઊત્પત્તિ 22:23

બથુએલ રિબકાનો પિતા હતો. ઇબ્રાહિમના ભાઈ નાહોરથી મિલ્કાહને આ આઠ સંતાનો થયા.

ઊત્પત્તિ 24:29

રિબકાના ભાઈનું નામ લાબાન હતું. રિબકાએ તે વ્યકિતએ જે વાત કરી હતી તે વાતો ભાઈને કહી. લાબાન તેની વાતો સાંભળી રહ્યો હતો ત્યારે,

ઊત્પત્તિ 24:67

પછી ઇસહાક રિબકાને પોતાની માંતાના તંબુમાં લઈ ગયો. તે દિવસે ઇસહાકે રિબકા સાથે વિવાહ કરી લીધા. તે તેની સાથે ખૂબ પ્રેમભાવ રાખતો હતો, તેથી તેને માંતાના મૃત્યુ પછી પણ સાંત્વન પ્રાપ્ત થયું. માંતાના મરણનું દુ:ખ તે ભૂલી શકયો.

ઊત્પત્તિ 27:43

તેથી હવે, હે પુત્ર, હું કહું તેમ કરજે, માંરો ભાઈ લાબાન હારાનમાં રહે છે. તેની પાસે જા અને ત્યાં છુપાઈને રહે.

ઊત્પત્તિ 28:5

આ રીતે ઇસહાકે યાકૂબને પાદૃાનારામમાંના પ્રદેશમાં મોકલ્યો, યાકૂબ ત્યાં તેના માંમાંને ત્યાં ગયો. અરામી બથુએલ, લાબાન અને રિબકાનો પિતા હતો. અને રિબકા યાકૂબ અને એસાવની માંતા હતી.

ઊત્પત્તિ 31:18

પછી તે તેના પિતા જયાં રહેતા હતા તે કનાન દેશમાં મેસોપોટામિયામાં જે કાંઈ મળ્યું હતું તે બધું લઈને, પોતાનાં બધાં ઢોરને હંાકતો હાંકતો પોતાના પિતા ઇસહાકને મળવા નીકળી પડયો.

ઊત્પત્તિ 31:20

યાકૂબે અરામી લાબાનને દગો કર્યો. તેણે લાબાનને બતાવ્યું નહિ કે, તે ત્યાંથી જઈ રહ્યો છે.

ઊત્પત્તિ 31:24

પણ તે રાત્રે દેવે લાબાનને સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, “યાકૂબને જે કાંઈ કહો તેના એક-એક શબ્દ માંટે સાવચેત રહેજો, યાકૂબને સારું કે, માંઠું કાંઈ કહીશ નહિ.”

ઊત્પત્તિ 35:9

જયારે યાકૂબ પાદ્દાનારામથી પાછો ફર્યો ત્યારે દેવે ફરીથી તેને દર્શન દીધા અને આશીર્વાદ આપ્યા.

પુનર્નિયમ 26:5

પછી તમાંરે તમાંરા યહોવા દેવ સમક્ષ કહેવું, ‘માંરા પિતૃઓ સ્થળાંતર કરીને આવેલા અરામીઓ હતા અને આશ્રય માંટે મિસરમાં ગયા હતા. તેઓ ઘણી ઓછી સંખ્યામાં હતા, પરંતુ તેઓ ત્યાં એક મોટી, શકિતશાળી અને અસંખ્ય પ્રજા બન્યા હતા,

લૂક 4:27

“અને પ્રબોધક એલિયાના સમયમાં ઈસ્ત્રાએલમાં ઘણા કોઢના રોગીઓ હતા છતાં તેણે ફક્ત આરામી નામાનની સારવાર કરીને તેને સાજો કર્યો હતો.”

Interlinear

Choose Theme