Home Bibles ઊત્પત્તિ 24:59 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 24:59 · ગુજરાતી બાઇબલ

તેથી તેઓએ રિબકાને ઇબ્રાહિમના નોકર અને તેના સાથીઓ સાથે વિદાય કર્યા. રિબકાની દાસી પણ તેની સાથે ગઈ.

Cross references

ઊત્પત્તિ 24:50

પછી લાબાને અને બથુએલે જવાબ આપ્યો, “અમે જોઈએ છીએ કે, આ બધું યહોવાની ઈચ્છાથી થયું છે. તેથી અમે તેને બદલવા માંટે કઇ પણ કહી શકીએ નહિ.

ઊત્પત્તિ 24:53

પછી તેણે પોતે જે સાથે લાવ્યો હતો તે ભેટો રિબકાને આપી. તેણે રિબકાને સોનારૂપાના દાગીના તથા સુંદર વસ્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈ અને તેની માંને કિંમતી ભેટો આપી.

ઊત્પત્તિ 24:60

જયારે તે વિદાય થતી હતી ત્યારે આશીર્વાદ આપ્યા કે,“અમાંરી બહેન, લાખો પુત્રોની માંતા થાઓ, અને તારા વંશજો દુશ્મનોના શહેરો કબજે કરો.”

ઊત્પત્તિ 35:8

રિબકાની સાસુ દબોરાહ અહીં મૃત્યુ પામી હતી. ત્યારે તેને બેથેલ નજીક એલોન વૃક્ષ નીચે દફનાવવામાં આવી હતી. આથી એનું નામ ‘રુદનનું એલોન વૃક્ષ’ (એલોન-બાખૂથ) રાખવામાં આવ્યું હતું.

ગણના 11:12

શું હું તેઓનો પિતા છું? શું તે બધાં માંરાં બાળકો છે? તમે તેઓના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં તમે, કોઈ ધાવણા બાળકને છાતીએ વળગાડીને લઈ જાય તેમ તેઓની સંભાળ રાખવાનું કાર્ય મને શા માંટે સૌપ્યું છે?

1 થેસ્સલોનિકીઓને 2:5

તમે જાણો છો કે તમારા વિષે સારું બોલીને તમારી પ્રશંસા કરવાનો અમે કદ્દી પ્રયત્ન કર્યો નથી. અમારે તમારા પૈસા નથી જોઈતા કે તમારા થકી અમારે અમારો કોઈ સ્વાર્થ છુપાવાનો નથી. દેવ જાણે છે કે આ સત્ય છે.

Interlinear

Choose Theme