પછી તેણે પોતે જે સાથે લાવ્યો હતો તે ભેટો રિબકાને આપી. તેણે રિબકાને સોનારૂપાના દાગીના તથા સુંદર વસ્રો કાઢીને રિબકાને આપ્યાં. તેણે તેના ભાઈ અને તેની માંને કિંમતી ભેટો આપી.
Cross references
પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો.
ઊંટો પાણી પી રહ્યાં એટલે પેલા માંણસે અર્ધા તોલા સોનાની એક વાળી અને દશ તોલા સોનાની બે બંગડીઓ પેલી યુવતીને આપી.
“પણ દરેક સ્ત્રી તેની મિસરી પડોશણ પાસેથી અને તેના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનારૂપાનાં દાગીનાં અને સુંદર કિમતી વસ્ત્રો માંગી લેશે, અને તે તમે તમાંરાં પુત્રપુત્રીઓને પહેરવા આપશો; આમ તમે મિસરીઓનું ધન લૂંટી શકશો.”
તમે ઇસ્રાએલના લોકોને આ સંદેશો અવશ્ય આપજો; ‘પ્રત્યેક પુરુષ પોતાના પડોશી પાસે અને પ્રત્યેક સ્ત્રી પોતાની પડોશણ પાસે સોનાચાંદીના અલંકારો માંગી લે. અને
પછી ઇસ્રાએલના લોકોએ મૂસાના કહ્યા પ્રમાંણે કર્યુ, “તેમણે પોતાના પડોશીઓ પાસેથી સોનાચાંદીના ઘરેણાં અને વસ્ત્રો માંગી લીધાં હતાં.
પછી તેણે યૂસફ વંશ વિષે કહ્યું, “યહોવા, તેના પ્રદેશને ખૂબ લાભ આપો, ઉપરથી આકાશની વૃષ્ટિ અને નીચેથી પાતાળના જળથી દેવ તેની ભૂમિને આશીર્વાદિત કરો.
અને તેણે એમને ઘણા ઉપહાર આપ્યા, સોનું, ચાંદી, કીંમતી વસ્તુઓ, અને યહૂદામાં કિલ્લેબંદીવાળા નગરો. પણ રાજગાદી તેણે યહોરામને આપી હતી. કારણકે તે સૌથી મોટો હતો.
તેમના આજુબાજુના પાડોશીઓએ તેમને આ બધાં અર્પણ ઉપરાંત સોનાચાંદીનાં પાત્રો, સામાન, ઢોરઢાંખર તથા કિંમતી ભેટ આપી.
તું જાણે દાડમડીઓના બગીચા જેવી છે જેમાં મેંહદીના છોડવાઓ અને મધુર સુગંધિત મૂળિયાઓ છે.
હિઝિક્યા ખૂબ રાજી થયો અને તેમને પોતાનો આખો ભંડાર તેમાંના સોનું ચાંદી, સુગંધી દ્રવ્યો અને મૂલ્યવાન તેલથી ભરેલો ખજાનો બધું જ બતાવ્યું તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કશું જ બાકી રહ્યું નહોતું જે તેમને ન બતાવ્યું હોય.