નોકરે ચૂપચાપ ધ્યાનથી તેને જોઈ. એ નક્કી જાણવા માંગતો હતો કે, કદાચ યહોવાએ એની વાત સ્વીકારીને તેનો પ્રવાસ સફળ કર્યો છે.
Cross references
નોકરે કહ્યું, “હે યહોવા, તું માંરા ધણી ઇબ્રાહિમનો દેવ છે. આજે તું માંરા ધણીના પુત્ર માંટે એક વહુ મેળવી આપ. કૃપા કરીને માંરા ધણી ઇબ્રાહિમ પર દયા કર.
પરંતુ નોકરે તેઓને કહ્યું, “મને રોકશો નહિ, યહોવાએ માંરો પ્રવાસ સફળ બનાવ્યો છે. હવે મને જવા દો જેથી હું માંરા ધણીને જઈને મળું.”
ત્યાર બાદ દાઉદે મુલાકાતમંડપમાં યહોવાની સમક્ષ બેસીને પ્રાર્થના કરી, “હે યહોવા દેવ, માંરા જેવા તુચ્છ માંણસ ઉપર તમે શા માંટે તમાંરા આશીર્વાદોની વૃષ્ટિ કરી છે?
હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ.
યહોવાનો આભાર માનો, કારણ તે ઉત્તમ છે; અને તેમની કૃપા સર્વકાળપર્યંત ટકે છે.
દેવની કૃપા માટે તથા માનવ જાત માટે તેમણે કરેલાં અદભૂત કાર્યો માટે માણસો યહોવાની સ્તુતિ કરે તો કેવું સારું!
ભલે આભાર માને તેઓ યહોવાનો તેમની કૃપા માટે અને વિસ્મયજનક કાર્યો જે તેઓ માનવજાત માટે કરે છે.
જેનામાં શાણપણ છે, તે આ બધું ધ્યાનમાં લેશે; અને યહોવાના અવિકારી પ્રેમ વિષે વિચાર કરશે.
યહોવા મારી પ્રાર્થનાઓ સાંભળે છે અને તેના ઉત્તર આપે છે તેથી તે મને ગમે છે.
પરંતુ મરિયમે આ બધી વાતો મનમાં રાખી અને વારંવાર તેના વિષે વિચાર કરતી.
ત્યારબાદ ઈસુ તેઓની સાથે નાસરેથ પાછો ફર્યો અને હંમેશા માતાપિતા જે કંઈ કહે તે બધાનું પાલન કરતો. તેની માતા હજુ પણ તે બધી બાબતો અંગે મનમાં વિચારતી હતી.