Home Bibles ઊત્પત્તિ 24:10 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 24:10 · ગુજરાતી બાઇબલ

પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો.

Cross references

ઊત્પત્તિ 11:26

જયારે તેરાહ 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાનનો જન્મ થયો.

ઊત્પત્તિ 11:31

તેરાહએ પોતાના પરિવારને સાથે લીધો અને કાસ્દીઓના ‘ઉર’ નગરને છોડી દીધું. તેઓએ કનાન યાત્રા કરવાની ઈચ્છા પ્રદશિર્ત કરી. તેરાહએ પોતાના પુત્ર ઇબ્રામ, પોતાનો પૌત્ર લોત (હારાનનો પુત્ર) પોતાની પુત્રવધૂ (ઇબ્રામની પત્ની) સારાયને સાથે લીધા. તેઓએ હારાન સુધીની યાત્રા તો કરી અને ત્યાં જ રહેવાનું નક્કી કર્યું.

ઊત્પત્તિ 22:20

ત્યારબાદ ઇબ્રાહિમને ખબર મળી કે, “તારા ભાઈ નાહોરથી મિલ્કાહને પણ બાળકો થયા છે.

ઊત્પત્તિ 24:2

ઇબ્રાહિમે પોતાના ઘરના જૂનામાં જૂના નોકરને બોલાવ્યો અને કહ્યું, “માંરી જાંઘ નીચે તારો હાથ મૂક.

ઊત્પત્તિ 27:43

તેથી હવે, હે પુત્ર, હું કહું તેમ કરજે, માંરો ભાઈ લાબાન હારાનમાં રહે છે. તેની પાસે જા અને ત્યાં છુપાઈને રહે.

ઊત્પત્તિ 29:1

પછી યાકૂબે પોતાનો પ્રવાસ ચાલુ રાખ્યો, તે પૂર્વના લોકોના પ્રદેશમાં પહોંચ્યો.

ઊત્પત્તિ 29:4

યાકૂબે ઘેટાંપાળકોને પૂછયું, “ભાઈઓ, તમે લોકો કયાંથી આવો છો?”તેઓએ જવાબ આપ્યો, “અમે હારાનના છીએ.”

ઊત્પત્તિ 39:4

એટલે પોટીફાર યૂસફને પ્રાપ્ત કરીને પ્રસન્ન થયો. યૂસફ પર તેની કૃપાદૃષ્ટિ હતી. તેથી તેણે તેને પોતાની અંગત સેવામાં રાખ્યો.

ઊત્પત્તિ 39:8

પરંતુ યૂસફે તેની સ્પષ્ટ ના પાડી અને પોતાના શેઠની પત્નીને કહ્યું, “જુઓ, હું છું તેથી માંરા શેઠને ઘરમાં કોઈ વસ્તુની ચિંતા નથી, તેમણે તેમનું જે કાંઈ છે તે બધું એક તમાંરા અપવાદ સિવાય મને સોંપી દીધું છે.

ઊત્પત્તિ 39:22

કેદખાનાના સંત્રીએ જેલમાંના બધાં જ કેદીઓને યૂસફના હાથમાં સોંપી દીધા. અને પછી તો તેના હુકમ પ્રમાંણે જ બધું થવા લાગ્યું.

પુનર્નિયમ 23:4

આ નિયમનું કારણ છે કે જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે આ પ્રજાએ પાણી અને રોટલી લઈને માંર્ગમાં તમને આવકાર પણ આપ્યો નહિ. વળી તમને શ્રાપ આપવા તેઓએ અરામનાહરાઈમના પથોરથી બયોરના પુત્ર બલામને પૈસાની લાલચ આપી બો લાવ્યો.

ન્યાયાધીશો 3:8

આથી ઈસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો અને તેણે તેમને અરામ-નાહરાઈમના રાજા કૂશાન રિશઆથાઈમના દ્વારા હરાવ્યા, અને આઠ વર્ષ સુધી તેઓએ તેની ગુલામી કરી.

1 કાળવ્રત્તાંત 19:6

જ્યારે આમ્મોનીઓને ભાન થયું કે તેઓ દાઉદની નજરમાં ધિક્કારપાત્ર બન્યા હતા, હાનૂન અને આમ્મોનીઓએ, અરામ નાહરાઇમમાંથી, અરામ-માઅખાહમાંથી અને સોબાહમાંથી રથો તેમજ અશ્વદળો ભાડેથી મેળવવા માટે 34,000 કિલો ચાંદી મોકલી આપી.

પ્રેરિતોનાં ક્રત્યો 2:9

પાર્થીઓ, માદીઓ, એલામીઓ, મેસોપોતામિયાના, યહૂદિયાના, કપ્પદોકિયાના, પોન્તસના, આશિયાના,

Interlinear

Choose Theme