Home Bibles ઊત્પત્તિ 11:26 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 11:26 · ગુજરાતી બાઇબલ

જયારે તેરાહ 70 વર્ષનો થયો, ત્યારે તેને ત્યાં ઇબ્રામ, નાહોર અને હારાનનો જન્મ થયો.

Cross references

ઊત્પત્તિ 12:4

ઇબ્રામે યહોવાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. તેણે હારાન છોડયું. અને લોત તેની સાથે ગયો. તે સમયે ઇબ્રામ 75 વર્ષનો હતો.

ઊત્પત્તિ 22:20

ત્યારબાદ ઇબ્રાહિમને ખબર મળી કે, “તારા ભાઈ નાહોરથી મિલ્કાહને પણ બાળકો થયા છે.

ઊત્પત્તિ 24:10

પછી નોકરે ઇબ્રાહિમના દશ ઊંટ લીધાં. અને ધણી પાસેથી જાતજાતની સારામાં સારી ભેટસોગાદો લઈને અરામ-નાહશ-ઇમનામાં આવેલા નાહોર નગરમાં જવા નીકળી પડયો.

ઊત્પત્તિ 29:4

યાકૂબે ઘેટાંપાળકોને પૂછયું, “ભાઈઓ, તમે લોકો કયાંથી આવો છો?”તેઓએ જવાબ આપ્યો, “અમે હારાનના છીએ.”

યહોશુઆ 24:2

પછી યહોશુઆએ બધાં લોકોને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાએ આમ કહ્યું છે:‘પ્રાચીનયુગમાં તમાંરા પૂર્વજો તેરાહ અને તેના પુત્રો સહિત ઈબ્રાહિમ અને નાહોર ફ્રાત નદીને કાંઠે રહતા હતા અને તેઓ બીજા દવીની પૂજા કરતા હતા.

1 કાળવ્રત્તાંત 1:26

સરૂગ, નાહોર, તેરાહ,

Interlinear

Choose Theme