Home Bibles એઝરા 9:6 · ગુજરાતી બાઇબલ
એઝરા 9:6 · ગુજરાતી બાઇબલ

“હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે.

Cross references

ઊત્પત્તિ 13:13

સદોમના લોકો ઘણા દુષ્ટ હતા; તેઓ હંમેશા યહોવાની વિરુધ્ધ ભયંકર પાપો આચરતા હતા.

નિર્ગમન 32:31

આમ કહીને મૂસાએ ફરી યહોવા પાસે જઈને કહ્યું, “દિલગીરી વ્યક્ત કરું છું! આ લોકોએ મોટું પાપ કર્યું છે! એમણે પોતાને માંટે સોનાના દેવ બનાવ્યા છે.

લેવીય 26:40

“પરંતુ કદાચ તેઓ પોતાનાં અને પોતાના પિતૃઓનાં પાપો કબૂલ કરશે, મને વિશ્વાસઘાત કરીને માંરી વિરુદ્ધ પડીને તેમણે જે પાપો કર્યા છે તે કબૂલ કરશે,

1 રાજઓ 8:47

જ્યારે તેઓ તે દેશમાં છે જ્યાં તેઓને બંદી તરીકે લઇ જવાયા હતા, જો તેઓ પોતાના દુષ્કૃત્યો અને પાપો વિષે જાણે અને તમાંરી તરફ પાછા વળે અને પ્રાર્થના કરે કે, હે દેવ, અમે ખોટું કર્યુ છે! અમે પાપ કર્યુ છે;

2 કાળવ્રત્તાંત 28:9

ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે.

એઝરા 9:13

અમારાઁ દુષ્ટ કમોર્ને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કઇ વીત્યું છે, તે સર્વ ને માટે, હે યહોવા અમારા દેવ, જેટલી થવી જોઇએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.

એઝરા 9:15

હે ઇસ્રાએલના દેવ યહોવા, તું ન્યાયી છે તેથી જ અમે આજે છીએ એટલા ઊગરવા પામ્યા છીએ. અમે અપરાધીઓ તમારી સમક્ષ ઊભા છીએ, જુઓ. અમારા અપરાધને કારણે અમને તમારી સમક્ષ આવવાનો કોઇ અધિકાર નથી.”

નહેમ્યા 1:6

“કૃપયા તમારા સેવકની અરજ ધ્યાનથી સાંભળો અને તમારી આંખો ઉઘાડી રાખો. અને મારી પ્રાર્થના સાંભળો; “ઇસ્રાએલીઓ તમારા સેવકો માટે રાતદિવસ હું તમારી સમક્ષ તમને પ્રાર્થના કરું છું. અમે ઇસ્રાએલના લોકોએ તમારી વિરૂદ્ધ જે પાપ આચર્યા છે, તેની હું કબૂલાત કરું છું.

અયૂબ 40:4

“મારી કશીજ વિસાત નથી. હું તમને કેવી રીતે જવાબ આપી શકું? મારો હાથ મારા મોં પર રાખીને હું મૌન રહું છું.

અયૂબ 42:6

અને યહોવા, મને શરમ આવે છે. હું ખૂબ દિલગીર છું. જેવો હું ધૂળ તથા રાખ પર બેસુ, હું મારું હૃદય અને જીવન બદલવાનું વચન આપું છું.”

ગીતશાસ્ત્ર 38:4

મારા માથા પર પાપો અને અન્યાયનો ભાર વધી ગયો છે, ભારે બોજાની જેમ તે મને અસહ્ય થઇ પડ્યો છે.

ગીતશાસ્ત્ર 38:5

મારી મૂર્ખાઇને કારણે ઘા પડી ગયા છે અને કોહવાઇને ગંધાઇ ઊઠયા છે.

યશાયા 1:18

યહોવા કહે છે, “આવો, આપણે એક સમજૂતી પર આવીએ. તમારાં પાપના ડાઘ ગમે તેટલા ઘેરા હશે, તો પણ હું તેને દૂર કરીશ. અને તમને તાજાં વરસેલાં હિમ જેવા; ને ઊન જેવા શ્વેત બનાવીશ.

યશાયા 59:12

હે યહોવા, અમે તારા અનેક અપરાધો કર્યા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે. અમને અમારા પાપોનું ભાન છે, અમારા પાપ અમે જાણીએ છીએ.

ચર્મિયા 3:3

આથી જ વરસાદને રોકવામાં આવ્યો છે અને ત્યાં પાછલો વરસાદ પણ વરસ્યો નથી; પરંતુ હજી પણ તું બેશરમ વારાંગનાની જેમ વતેર્ છે.

ચર્મિયા 3:24

અમે અમારા બાળપણથી જોયું છે. અમારા વડીલો પાસે જે હતું તે બધું ઘેટાં-બકરાં, ઢોરઢાંખર તથા પુત્ર-પુત્રીઓ. તેઓએ યાજકો પાછળ તથા મૂર્તિઓ પાછળ વેડફી નાખ્યું. ઘૃણાસ્પદ દેવતા બઆલ એ બધાંને ભરખી ગયો છે.

ચર્મિયા 3:25

અમે લજ્જિત થયા છીએ અને અમે જેને લાયક છીએ તે અપમાન સહન કરવા તૈયાર છીએ, કારણ કે અમે અને અમારા વડીલોએ બાળપણથી જ અમારા યહોવા દેવની વિરુદ્ધ પાપ કર્યું છે; અને અમે તેમને આધીન થયા નથી, અને અમે તેના હુકમોને માન્યાં નથી.”

ચર્મિયા 6:15

પોતાનાં અધમ કૃત્યોની તેમને લાજ શરમ આવે છે ખરી? લાજશરમ? એમને વળી લાજશરમ કેવી? તેઓ ભોંઠપણને ધોળીને પી ગયા છે. તેથી બીજાની જેમ તેમનું પણ પતન થશે, હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ઠોકર ખાઇને ભોંયભેગા થઇ જશે.” આ યહોવાના વચન છે.

ચર્મિયા 8:12

મૂર્તિઓની પૂજા કરવાને લીધે, શું તેઓને શરમ લાગે છે? ના, તેઓને સહેજે શરમ લાગતી નથી; વળી શરમ શું છે તે પણ તેઓ જાણતા નથી! તે કારણે હું જોઇશ કે આથી બીજાની જેમ તેમનું પણ પતન થશે. હું જ્યારે તેમને સજા કરીશ ત્યારે તેઓ ભોંયભેગા થઇ જશે.” આ યહોવાના વચન છે.

ચર્મિયા 31:19

મને જ્યારે સમજાયુ કે મેં શું કર્યું છે, ત્યારે મેં મારી જાંઘપર થબડાકો મારી; હું લજ્જિત અને અપમાનિત થયો છું, કારણ કે, જ્યારે હું જુવાન હતો ત્યારે મેં બંદનામીવાળા કામો કર્યા હતા.”‘

યર્મિયાનો વિલાપ 3:42

અમે બળવો કરીને અપરાધ કર્યો છે; અને તમે અમને માફ કર્યા નથી.

યર્મિયાનો વિલાપ 16:63

જ્યારે હું તને તારાં બધાં કૃત્યોની માફી આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને તું શરમની મારી બોલી પણ નહિ શકે.” આ યહોવા મારા માલિકના વચન છે.

દારિયેલ 9:7

“હે યહોવા, તમે તો વિશ્વાસી છો, પણ આજે શરમાવાનું તો અમારે છે-યહૂદાના માણસોને, યરૂશાલેમના બાકીના લોકોને અને દૂરના તથા નજીકના સર્વ ઇસ્રાએલીઓને અમે તમારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવડ્યા તેથી અનેક દેશોમાં તમે અમને વિખેરી નાખ્યાં.

લૂક 15:21

પુત્રએ કહ્યું, ‘પિતા, મેં આકાશ સામે અને તારી સામે પાપ કર્યુ છે. હું તારો દીકરો કહેવાવાને જેટલો સારો નથી.’

રોમનોને પત્ર 6:21

તમે જે અનિષ્ટ કાર્યો કર્યા હતાં, એ માટે હવે તમે શરમ અનુભવો છો. શું એ અનિષ્ટ કાર્યો તમને કોઈ લાભદાયી હતાં ખરાં? ના. એવાં કાર્યો તો માત્ર આધ્યાત્મિક મૃત્યુ જ લાવી શકે છે.

પ્રકટીકરણ 18:5

તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે. તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.

Interlinear

Choose Theme