Home Bibles ☰ Books એઝરા 9:13 · ગુજરાતી બાઇબલ
એઝરા 9:13 · ગુજરાતી બાઇબલ

અમારાઁ દુષ્ટ કમોર્ને લીધે તથા અમારા મોટા અપરાધને લીધે અમારા પર જે કઇ વીત્યું છે, તે સર્વ ને માટે, હે યહોવા અમારા દેવ, જેટલી થવી જોઇએ તે કરતાં તમે અમને થોડી શિક્ષા કરી છે; વળી અમારામાંથી તમે આટલાને બચાવી પણ લીધા છે.

Cross references

એઝરા 9:6

“હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે.

નહેમ્યા 9:32

હે અમારા દેવ, હે મહાન શકિતશાળી અને ભયાવહ દેવ; અનંત પ્રેમથી તું કરારનું પાલન કરે છે. અમારા પર, અમારા રાજાઓ, અમારા આગેવાનો, અમારા યાજકો, અમારા પ્રબોધકો અને તમારી આ સમગ્ર પ્રજા પર આશ્શૂરના રાજાઓના સમયથી આજપર્યંત જે યાતનાઓ થઇ છે, તે ઓછી છે એમ ન ગણીશ.

અયૂબ 11:6

દેવ તને ડહાપણના રહસ્યો વિષે કહેશે. તે તને કહેશે કે દરેક વાત ને બે બાજુ હોય છે. અને તું ખાતરી રાખજે કે તે તને તારા દોષોની પાત્રતાથી ઓછી સજા આપે છે.

ગીતશાસ્ત્ર 103:10

તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા. તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.

ગીતશાસ્ત્ર 106:45

યહોવાએ તેમની સાથે કરેલો તેમનો કરાર યાદ કર્યો અને તેઓ પ્રતિ તેમનો મહાન પ્રેમ દર્શાવ્યો.

યર્મિયાનો વિલાપ 3:22

યહોવાની કરૂણા, ખૂટી પરવારી નથી તેમ જ તેની દયાનો પણ અંત આવ્યો નથી.

યર્મિયાનો વિલાપ 3:39

પાપની સજા સામે કોઇ માણસે શા માટે ફરિયાદ કરવી જોઇએ?

યર્મિયાનો વિલાપ 24:13

હે યરૂશાલેમ, તારા વ્યભિચારની અશુદ્ધિ દૂર કરવા મેં પ્રયત્ન કર્યો હતો પણ તું ચોખ્ખી ન થઇ. એટલે તારા પર હું મારો પૂરો રોષ ઉતારી નહિ રહું ત્યાં સુધી તું ફરી ચોખ્ખી થનાર નથી.

હબાક્કુક 3:2

હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે, અને મને ચિંતા થાય છે, ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું તેમ અમારી જરૂરિયાતના આ સમયમાં ફરી વાર અમારી સહાય કરો. આ જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો, તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.

ગલાતીઓને પત્ર 3:4

તમને ઘણી બાબતોનો અનુભવ થયો છે. શું તે બધો અનુભવ નિરર્થક થયો? હું આશા રાખું છું કે તે નિરર્થક નથી ગયો!

Interlinear

Choose Theme