Home Bibles 2 કાળવ્રત્તાંત 28:9 · ગુજરાતી બાઇબલ
2 કાળવ્રત્તાંત 28:9 · ગુજરાતી બાઇબલ

ત્યાં ઓદેદ નામે યહોવાનો એક પ્રબોધક રહેતો હતો. તે સમરૂન પાછા ફરતાં ઇસ્રાએલી લશ્કરને મળવા ગયો અને તેણે કહ્યું, “યહોવા તમારા પિતૃઓના દેવ યહૂદાના લોકો ઉપર ક્રોધે ભરાયા હતા અને તેથી તેણે તેમને તમારા હાથમાં સોંપી દીધા, પણ તમે તેમને મારી નાખીને, દેવને તમારા ઉપર ગુસ્સે કર્યા છે.

Cross references

ઊત્પત્તિ 4:10

પછી યહોવાએ કહ્યું, “તેં આ શું કર્યું? તારા ભાઈનું લોહી ધરતીમાંથી મને પોકાર આપતા અવાજ જેવું છે

ઊત્પત્તિ 11:4

પછી લોકોએ કહ્યું, “ચાલો, આપણે આપણા માંટે એક નગર બનાવીએ અને એક ગગનચુંબી ઇમાંરત ઊભી કરીએ. પછી આપણે લોકો નામના મેળવીશું. જો આપણે લોકો આમ કરીશું તો પૃથ્વી પર કદી વેરવિખેર થઈશું નહિ અને એક જ જગ્યાએ એક સાથે રહીશું.”

ન્યાયાધીશો 3:8

આથી ઈસ્રાએલીઓ ઉપર યહોવાનો કોપ ભભૂકી ઊઠયો અને તેણે તેમને અરામ-નાહરાઈમના રાજા કૂશાન રિશઆથાઈમના દ્વારા હરાવ્યા, અને આઠ વર્ષ સુધી તેઓએ તેની ગુલામી કરી.

1 રાજઓ 20:13

એટલામાં પ્રબોધકોમાંનો એક ઇસ્રાએલના રાજા આહાબની પાસે આવ્યો અને બોલ્યો, “આ યહોવાની વાણી છે; ‘તેં આ મોટી સેના જોઈ? આજે હું તમને તેઓ પર જીત અપાવીશ, અંતમાં તને ખબર પડશે કે, હું યહોવા છું.”‘

1 રાજઓ 20:22

પછી પ્રબોધકે ઇસ્રાએલના રાજા પાસે જઈને કંહ્યું, “તું તારું બળ વધારજે, અને સાવધ રહેજે, અને જે કંઈ કરે તે વિચારીને કરજે, કારણ, આવતે વરસે વસંતના સમયે અરામનો રાજા તારા પર હુમલો કરશે.”

1 રાજઓ 20:42

તેણે રાજાને કહ્યું, “આ યહોવાના વચન છે, ‘મેં તને બેનહદાદ પર વિજય અપાવ્યો જેથી તું તેને માંરી નાખેે, પણ તેં તેને જીવતો છોડ્યો. તેથી તે માંણસના બદલામાં તું મરી જશે અને તારા સૈનિકો મરી જશે તેેના સૈનિકોના બદલે.”‘

2 રાજઓ 20:14

ત્યારે પ્રબોધક યશાયાએ આવીને હિઝિક્યાને પૂછયું, “એ લોકો કયાંથી આવ્યા અને તેમણે શું કર્યુ?”હિઝિક્યાએ કહ્યું, “તેઓ દૂરના દેશ બાબિલથી આવ્યા છે.”

1 કાળવ્રત્તાંત 21:13

એટલે દાઉદે ગાદને કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડ્યો છું, પણ હું માણસોના હાથમાં પડવા કરતાં હું યહોવાના હાથમાં પડું એ વધારે સારું છે, કારણ, તે અનંત કૃપાળુ છે.”

2 કાળવ્રત્તાંત 19:1

યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો.

2 કાળવ્રત્તાંત 25:15

આથી યહોવા તેના ઉપર ખૂબ કોપાયમાન થયા અને તેમણે એક પ્રબોધકને તેની પાસે મોકલ્યો. તેણે અમાસ્યાને કહ્યું, “તમે એ લોકોના દેવો પાસેથી સલાહ શા માટે લીધી જે દેવો પોતાના માણસોને પણ તમારા હાથમાંથી બચાવી શક્યા નહોતા?”

2 કાળવ્રત્તાંત 28:5

આથી યહોવા તેના દેવે તેને અરામીઓના રાજાના હાથમાં સોંપી દીધો; તેઓએ તેના લશ્કરને હરાવ્યું અને તેની પ્રજામાંથી ઘણા માણસોને બંદીવાન કરી દમસ્ક લઇ ગયા. યહોવાએ તેને ઇસ્રાએલના રાજા પેકાહ દ્વારા હરાવ્યો. પેકાહ રમાલ્યાનો પુત્ર હતો.

એઝરા 9:6

“હે મારા દેવ મારી નામોશીનો પાર નથી. તારી સામે જોતાં પણ મને શરમ આવે છે. અમારાં પાપોનો ઢગલો અમારાં માથાથી પણ ઊંચો થઇ ગયો છે અને અમારા અપરાધ ઠેઠ ઊંચા આકાશને અડે છે.

ગીતશાસ્ત્ર 69:26

કારણ, જેને તમે શિક્ષા કરી છે તેઓ તેની પૂઠ પકડે છે, અને જેને તમે ઘાયલ કર્યો છે તેનાં દુ:ખની વાત કરે છે.

યશાયા 10:5

પ્રભુએ કહ્યું, “આશ્શૂર તો મારા ગુસ્સાનો દંડૂકો છે, તેના હાથમાં મારા ગુસ્સાની લાઠી છે!

યશાયા 47:6

કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી લોકો ઉપર રોષે ભરાયો હતો. તેં તેમનું અપમાન કર્યુ હતું, મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા. પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી, તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.

ચર્મિયા 15:17

મેં કદી નિરર્થક મોજમજા કરનારાઓના સંગમાં આનંદ માણ્યો નથી. તમે મને બનાવ્યો છે અને એમના પ્રત્યે મારામાં પુણ્યપ્રકોપ જગાડ્યો છે તેથી હું અળગો રહ્યો છું.

યર્મિયાનો વિલાપ 25:12

સૈન્યોના દેવ યહોવા કહે છે: “યહૂદાના લોકો પર વૈર વાળીને અદોમીઓએ મોટું પાપ કર્યું છે.”

યર્મિયાનો વિલાપ 26:2

“હે મનુષ્યના પુત્ર, તૂરના લોકોએ આનંદમાં આવીને યરૂશાલેમ વિષે કહ્યું છે કે, ‘આહા!’ પ્રજાઓના વેપારવાણિજ્યનું ધ્વાર તૂટી ગયું! એના દરવાજા આપણે માટે ખુલ્લા થઇ ગયા! એના વિનાશથી આપણે સમૃદ્ધ થઇશું!”‘

ઓબાધા 1:10

‘હે અદોમ, તારા ભાઇ યાકૂબ પર થયેલી બળજબરીને કારણે શરમથી ઢંકાઇ જઇશ અને તારો સદાને માટે નાશ થશે.

યૂના 1:2

“ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ : તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”

ઝખાર્યા 1:15

જે બીજી પ્રજાઓ સુરક્ષિત પડેલી છે તેઓના પર હું ખૂબ રોષે ભરાયો છું, મેં મારા લોકો પર થોડો ક્રોધ કર્યો અને એનો લાભ ઉઠાવી તે પ્રજાઓએ ખૂબજ અત્યાચારો કર્યા.”

પ્રકટીકરણ 18:5

તે શહેરનાં પાપો દૂર આકાશ સુધી પહોંચ્યા છે. તેણે જે ખરાબ કૃત્યો કર્યા છે તે દેવ ભૂલ્યો નથી.

Interlinear

Choose Theme