Home Bibles યર્મિયાનો વિલાપ 46:9 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 46:9 · ગુજરાતી બાઇબલ

“પરંતુ ઉત્સવને દિવસે જ્યારે લોકો યહોવાની ઉપાસના કરવા આવે ત્યારે જેઓ ઉત્તરને દરવાજેથી દાખલ થાય તેઓ ભજન પછી દક્ષિણને દરવાજેથી બહાર જાય, અને જેઓ દક્ષિણને દરવાજેથી દાખલ થાય તેઓ ઉત્તરના દરવાજેથી, તેઓ જે રસ્તે આવ્યા હોય તે રસ્તે પાછા ન જાય, તેઓએ સામેના દરવાજેથી જવું.

Cross references

નિર્ગમન 23:14

“પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું.

નિર્ગમન 34:23

“પ્રત્યેક વર્ષમાં ત્રણ વાર ઇસ્રાએલના સર્વ પુરુષો અને સંતાનોએ ઇસ્રાએલના દેવ યહોવા સમક્ષ ઉપસ્થિત થવું.

પુનર્નિયમ 16:16

“તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.

ગીતશાસ્ત્ર 84:7

તેઓ વધારે ને વધારે સાર્મથ્યવાન, થતાઁ આગળ વધે છે; તેઓમાંનો દરેક જણ સિયોનમાં, દેવ સમક્ષ હાજર થાય છે.

યર્મિયાનો વિલાપ 1:12

દરેક પ્રાણી સીધી દિશામાં ચાલતું હતું, જ્યાં પવન જતો હતો. ચાલતાં ચાલતાં તેઓ આડા અવળાં વળતાં નહિ.

યર્મિયાનો વિલાપ 1:17

આથી તેઓ વાળ્યા વગર ચારે દિશામાં જઇ શકતા હતા.

યર્મિયાનો વિલાપ 36:38

યરૂશાલેમમાં પવિત્ર ઉજવણીને દિવસે બલિદાનના ઘેટાંનાં ટોળા ઊભરાય છે, તેવી જ રીતે આ નાશ થઇ ગયેલા નગરોમાં માણસોના ટોળા ઊભરાશે; અને ત્યારે લોકોને ખાતરી થશે કે હું યહોવા છું.”

યર્મિયાનો વિલાપ 44:24

જ્યારે કોઇ ઝઘડો ઊભો થાય ત્યારે તેમણે મારા કાયદા અનુસાર ન્યાય ચૂકવવો. તેમણે મારાં ધારાધોરણો મુજબ બધા તહેવારો ઉજવવા અને વિશ્રામવારની પવિત્રતા જાળવી પાળવો, અને તે માટે કાળજી રાખવી.

માલાખી 4:4

“મેં મારા સેવક મૂસાને હોરેબમાં સમસ્ત ઇસ્રાએલ માટે જે નિયમો અને આજ્ઞાઓ ફરમાવ્યાં હતાં તે મૂસાના નિયમને યાદ રાખો.”

ફિલિપ્પીઓને પત્ર 3:13

ભાઈઓ અને બહેનો, મને ખબર છે, હું એ સિદ્ધિને નથી પામ્યો પરંતુ હમેશા એક કામ હું કરું છું: કે હું ભૂતકાળની વસ્તુઓને ભૂલી જાઉ છું. મારી સમક્ષ જે ધ્યેય હોય છે તેને પ્રાપ્ત કરવા હમેશા પ્રયત્નશીલ રહું છું.

હિબ્રૂઓને પત્ર 10:38

ન્યાયી માણસ મારામાં વિશ્વાસ રાખીને જીવશે. જો તે ભયનો માર્યો પાછો હટી જશે તો પછી તેનામાં મને આનંદ થશે નહિ.” હબાક્કુક 2:3-4

2 પિતરનો પત્ર 2:20

તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે.

Interlinear

Choose Theme