Home Bibles યર્મિયાનો વિલાપ 46:20 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 46:20 · ગુજરાતી બાઇબલ

“આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ અને પાપાર્થાર્પણ માંસ રાંધશે અને ખાદ્યાર્પણની રોટલી શેકશે અને તેને તેઓ બહારના પ્રાંગણમાં બહાર લઇ આવશે તોપણ તે લોકોમાં પવિત્રતા ફેલાવશે નહિ.”

Cross references

નિર્ગમન 29:31

“દીક્ષા માંટે અર્પણ કરાયેલ ઘેટાનું માંસ લઈને કોઈ પવિત્રસ્થાને તેને બાફવું;

લેવીય 2:1

જો કોઈ વ્યક્તિ યહોવા દેવને ખાદ્યાર્પણ ચઢાવવા ઈચ્છે, તો તેણે મેંદાનો લોટ લાવવો અને તેમાં તેલ રેડવું અને તે પર લોબાન મૂકવો.

લેવીય 2:3

ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોને મળે છે. તે અત્યંત પવિત્ર છે. કારણ કે યહોવાને ધરાવેલા દાણાના અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.

લેવીય 2:4

“જો કોઈ વ્યક્તિ ભઠ્ઠીમાં બનાવેલી રોટલી યહોવા સમક્ષ ખાદ્યાર્પણ તરીકે લાવે તો તે પણ મેંદાની જ હોય, અને તે તેલથી મોયેલા લોટની બેખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બેખમીર ખાખરા જ હોય.

લેવીય 2:10

ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.

લેવીય 7:1

“દોષાર્થાર્પણ માંટે લવાતાં અતિ પવિત્ર અર્પણો માંટેના નિયમો આ પ્રમાંણે છે:

1 શમુએલ 2:13

યાજકોએ લોકો સાથે કેવી રીતે વર્તવું તેની તેઓને ચિંતા ન હતી. યાજકોએ લોકો માંટે આ કરવું જોઇએ કે જ્યારે કોઇ વ્યકિત યજ્ઞાર્પણ લાવે, યાજકોએ માંસને ઉકળતા પાણીના વાસણમાં નાખવું. પછી યાજકનાં સેવકે ત્રણ અણીવાળો ખાસ કાંટો લાવવો.

2 કાળવ્રત્તાંત 35:13

મૂસાના નિયમોમાં જણાવ્યા પ્રમાણે તેઓએ પાસ્ખાનાં હલવાનો અગ્નિમાં શેક્યાં અને પવિત્ર અર્પણોને તપેલાં, કઢાઇઓ અને તાવડાઓમાં ઉકાળી ઝટપટ પ્રજાને પીરસી દીધાં.

યર્મિયાનો વિલાપ 44:19

રી ઉપાસના પૂરી કરીને તેઓ બહારના ચોકમાં લોકો પાસે જાય ત્યારે તેમણે ઉપાસના કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઊતારીને તેમને માટે ઠરાવેલી ઓરડીમાં મૂકી દેવા અને બીજા વસ્ત્રો પહેરવાં, જેથી એમનાં પવિત્ર વસ્ત્રો દ્વારા લોકોમાં પવિત્રતા ફેલાય નહિ

યર્મિયાનો વિલાપ 44:29

ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ અને દોષાર્થાર્પણ બલિ એ જ તેમનો ખોરાક છે, અને ઇસ્રાએલમાં મને અર્પણ કરેલું સર્વ કઇં તેમને મળશે.

યર્મિયાનો વિલાપ 46:24

તે માણસે મને કહ્યું, “આ તો રસોડા છે, જ્યાં મંદિરના સેવકોએ લોકોના બલિદાનો રાંધવાના હતાં.”

Interlinear

Choose Theme