Home Bibles લેવીય 2:10 · ગુજરાતી બાઇબલ
લેવીય 2:10 · ગુજરાતી બાઇબલ

ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોનો ગણાય. એ અત્યંત પવિત્ર છે, કારણ, યહોવાને ધરાવેલા હોમયજ્ઞમાંથી એ ગ્રહણ કરવામાં આવેલ છે.

Cross references

લેવીય 2:3

ખાદ્યાર્પણનો બાકીનો ભાગ યાજકોને મળે છે. તે અત્યંત પવિત્ર છે. કારણ કે યહોવાને ધરાવેલા દાણાના અર્પણમાંથી તે લેવામાં આવ્યો છે.

લેવીય 5:13

યાજકે આ રીતે તેના પાપનું પ્રાયશ્ચિત કરવા માંટેની વિધિ કરવી, એટલે તે માંણસને માંફ કરવામાં આવશે, બાકીનો લોટ ખાદ્યાર્પણની જેમ યાજકનો થશે.”

લેવીય 6:9

“હારુન અને તેના પુત્રોને દહનાર્પણને લગતા આ નિયમો આપ: “દહનાર્પણો વેદી પરની કઢાઈ ઉપર આખી રાત રાખવામાં આવે અને વેદીનો અગ્નિ સતત સળગતો રહે.

લેવીય 6:23

યહોવાને ચઢાવેલો એ ખાદ્યાર્પણ પૂરેપૂરો હોમી દેવાનો છે, તેમાંનું કશુંય કોઈએ પણ જમવાના ઉપયોગમાં લેવું નહિ.”

લેવીય 7:7

પાપાર્થાર્પણ તથા દોષાર્થાર્પણ માંટે એક જ નિયમ છે. એ યજ્ઞ કરનાર યાજકને મળે.

લેવીય 10:12

મૂસાએ હારુનને અને તેના બાકી રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “યહોવાને ધરાવેલા ખાદ્યાર્પણમાંથી વધેલો લોટ તમાંરે લેવો અને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે જમવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.

લેવીય 14:13

ત્યાર પછી તેણે એ ઘેટાના બચ્ચાંને જે પવિત્ર સ્થળે પાપાર્થાર્પણને અને દહનાર્પણના હલવાનને વધેરવામાં આવે છે ત્યાં વધેરવો. પાપાર્થાર્પણની જેમ જ દોષાર્થાર્પણ યાજકને ખોરાક માંટે આપી દેવું. તે પરમપવિત્ર અર્પણ છે.

લેવીય 21:22

તેમ છતાં દેવ સમક્ષ ધરાવેલ અર્પણ પવિત્ર તેમજ પરમપવિત્ર અર્પણોમાંથી યાજકોનો જે ભાગ છે તેમાંથી તે જમી શકે.

ગણના 18:9

અગ્નિમાં હોમવામાં ન આવેલા અર્પણનાં ભાગો સિવાય આ બધા અતિ પવિત્ર અર્પણો તારા ગણાશો; બધા ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો એ બધા પવિત્ર અર્પણો તારા અને તારા વંશજોના ગણાશે.

1 શમુએલ 2:28

ઇસ્રાએલના બધા કુળોમાંથી મેઁ તમાંરા કુળને માંરા યાજકો તરીકે, અર્પણો અર્પણ કરવા માંટે, અને વેદી ઉપર ધૂપ બાળવા માંટે અને યાજકને પહેરવાનો ખાસ ઝભ્ભો પહેરવા માંટે પસંદ કર્યું. ઇસ્રાએલીઓ મને જે અર્પણો અર્પણ કરે છે તેમાંથી મેઁ તારા કુળસમૂહને માંસ લેવા દીધું.

2 કાળવ્રત્તાંત 31:14

પૂર્વના દરવાજાના દ્વારપાળ લેવી યિમ્નાહના પુત્ર કોરેને યહોવાનાં અર્પણો તથા પરમપવિત્ર વસ્તુઓ સ્વીકારવાની અને તેમની ફાળવણી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

યર્મિયાનો વિલાપ 44:29

ખાદ્યાર્પણ, પાપાર્થાર્પણ અને દોષાર્થાર્પણ બલિ એ જ તેમનો ખોરાક છે, અને ઇસ્રાએલમાં મને અર્પણ કરેલું સર્વ કઇં તેમને મળશે.

યર્મિયાનો વિલાપ 46:20

“આ જગ્યાએ યાજકો દોષાર્થાર્પણ અને પાપાર્થાર્પણ માંસ રાંધશે અને ખાદ્યાર્પણની રોટલી શેકશે અને તેને તેઓ બહારના પ્રાંગણમાં બહાર લઇ આવશે તોપણ તે લોકોમાં પવિત્રતા ફેલાવશે નહિ.”

Interlinear

Choose Theme