Home Bibles યર્મિયાનો વિલાપ 22:11 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 22:11 · ગુજરાતી બાઇબલ

કેટલાંક પુરુષો બીજા પુરુષોની પત્નીઓ સાથે ભયાનક કુકમોર્ કરે છે, તો કોઇ પોતાની પુત્રવધૂને ષ્ટ કરે છે; કોઇ તેની પોતાની બહેન પર એટલે કે પોતાના બાપની પુત્રી પર બળાત્કાર કરે છે.

Cross references

લેવીય 18:6

“તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું.

લેવીય 18:9

“પોતાની બહેન કે ઓરમાંન બહેન, સાથે જાતીય સંબંધ કરવો નહિ પછી તે તમાંરા બાપની પુત્રી હોય કે માંતાની પુત્રી હોય; તે એક જ ઘરમાં જન્મી હોય તેથી તમાંરે તેની સાથે લગ્ન ન કરવાં કે જાતીય સંબંધ પણ ન કરવો.

લેવીય 18:15

“તમાંરે તમાંરી પુત્રવધૂ સાથે જાતીય સંબંધ ન કરવો, તે તમાંરા પુત્રની પત્ની છે, તમાંરે તેને કલંકિત ન કરવી.

લેવીય 18:20

“તમાંરે પારકાની સ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો: પરસ્ત્રીથી તમાંરી જાતને અશુદ્ધ ન કરવી.

લેવીય 20:10

“જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ આપવો.

લેવીય 20:12

“જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુ સાથે વ્યભિચાર કરે, તો તે બંનેને મૃત્યુદંડ આપવો. તેમણે અગમ્યગમન કર્યુ હોવાથી પોતાના મોત માંટે તેઓ પોતે જ જવાબદાર ગણાય.

લેવીય 20:17

“જો કોઈ પુરુષ પોતાના પિતાની કે માંતાની પુત્રીને પરણે અને તેની સાથે જાતીય સંબંધ કરે તો એ અત્યંત લજ્જાસ્પદ છે. તેમનો વઘ જાહેરમાં કરવો. એ વ્યક્તિએ પોતાની બહેન સાથે વ્યભિચાર કર્યો છે માંટે તેનો સમાંજમાં બહિષ્કાર કરવો. તેનો દોષ પુરુષને માંથે છે.

પુનર્નિયમ 22:22

“જો કોઈ પુરુષ અન્ય પરિણિત સ્ત્રી સાથે વ્યભિચાર કરતાં પકડાય, તો તે બંનેને-તે સ્ત્રીને તથા વ્યભિચાર કરનાર પુરુષને દેહાતદંડની શિક્ષા કરવી. આ રીતે ઇસ્રાએલમાંથી દુષ્ટતા દૂર થશે.

પુનર્નિયમ 27:22

“‘જો કોઈ વ્યકિત પોતાની બહેન સાથે, પછી તે સગી બહેન હોય કે ઓરમાંન, જો તેની સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ; ‘“અને બધા લોકો કહેશે, ‘આમીન.’

2 શમએલ 13:1

દાઉદના પુત્ર આબ્શાલોમને તામાંર નામે એક સુંદર રૂપાળી બહેન હતી. દાઉદનો પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.

2 શમએલ 13:14

પણ તેણે તેની વાત સાંભળી નહિ, તેણે તેના ઉપર બળાત્કાર કરી તેની લાજ લીધી.

2 શમએલ 13:28

આબ્શાલોમે પોતાના માંણસોને કહ્યું, “બરાબર ધ્યાન રાખજો, આમ્નોન દાક્ષારસની મસ્તીમાં આવી જાય અને હું એમ કહું કે, આમ્નોનને પૂરો કરો, ત્યારે તેને માંરી નાખવો. ડરશો નહિ, હુકમ કરનાર હું છું. હિંમત રાખજો અને બહાદુરીથી કામ લેજો.”

અયૂબ 31:9

જો મારું મન કોઇ સ્ત્રી ઉપર લોભાયું હોય, જો મેં મારા પાડોશીના બારણે તેની પત્ની સાથે વ્યભિચાર કરવાની રાહ જોઇ હોય.

ચર્મિયા 5:7

દેવે કહ્યું, “હું તેમને કંઇ રીતે માફી આપું? તમારા બાળકોએ મને છોડી દીધો છે અને મૂર્તિઓના નામે વચન આપ્યા છે. મેં તેમને તેમના પેટ ભરાય ત્યાં સુધી ખવડાવ્યું, પણ તેઓ વ્યભિચારી નીકળ્યાં. અને વેશ્યાઓનાં ઘરોમાં ભટકવા લાગ્યા.

ચર્મિયા 9:2

અરે, હું તેઓથી દૂર ચાલ્યો જાઉં અને તેઓને વીસરી જાઉં અને અરણ્યમાં મને રહેવા માટે કોઇ ઝૂંપડી મળી જાય ને, તો હું મારા લોકોને છોડીને ત્યાં ચાલ્યો જાઉં! એ બધા બેવફા લોકો છે, દગાબાજોની ટોળકી છે.

ચર્મિયા 29:23

કારણ કે આ માણસોએ મારા લોકો મધ્યે ભયંકર કૃત્યો કર્યા છે. તેઓએ પોતાના પડોશીઓની પત્નીઓ સાથે વ્યભિચાર કર્યો છે, અને મારા નામે જૂંઠાણું પ્રગટ કર્યું જે મેં તેમને કહેવા માટે હુકમ કર્યો નહોતો. હું જાણું છું કેમ કે તેઓનાં સર્વ કૃત્યો મેં જોયાં છે.” આ યહોવાના વચન છે.

યર્મિયાનો વિલાપ 18:11

અને પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પર્વતો પર જઇને જૂઠી મૂર્તિઓની પૂજા કરતો હોય, તથા પડોશીની પત્ની સાથે વ્યભિચારમાં ડૂબેલો હોય,

યર્મિયાનો વિલાપ 33:26

તમે તરવાર પર આધાર રાખો છો, ધૃણાસ્પદ રિવાજો પાળો છો, એકબીજાની સ્ત્રીઓ જોડે વ્યભિચાર કરો છો, છતાં તમે દેશનો કબજો તમારી પાસે રહે એમ ઇચ્છો છો!’

માલાખી 3:5

સૈન્યોનો દેવ યહોવા કહે છે,”ત્યાર પછી હું ન્યાય કરવા તમારી પાસે આવીશ, અને જાદુગરો તેમજ વ્યભિચારીઓને તથા જૂઠા સોગંદ ખાનારાઓની વિરુદ્ધ, મજૂર પર તેની મજૂરીના સંબંધમાં, વિધવા તથા અનાથો પર જુલમ કરનારની વિરુદ્ધ, અને વિદેશીઓના હક્ક પચાવી પાડનાર તથા મારો ડર નહિ રાખનારની વિરુદ્ધ હું સાક્ષી પૂરવા તત્પર રહીશ.

માથ્થી 5:27

“તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’

1 કરિંથીઓને 6:9

તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે,

ગલાતીઓને પત્ર 5:19

આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત,

હિબ્રૂઓને પત્ર 13:4

સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.

Interlinear

Choose Theme