Home Bibles યર્મિયાનો વિલાપ 18:11 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 18:11 · ગુજરાતી બાઇબલ

અને પિતાએ કદી કર્યું ન હોય એવું બધું કરતો હોય; પર્વતો પર જઇને જૂઠી મૂર્તિઓની પૂજા કરતો હોય, તથા પડોશીની પત્ની સાથે વ્યભિચારમાં ડૂબેલો હોય,

Cross references

1 રાજઓ 13:8

પણ દેવના માંણસે રાજાને કહ્યું, “તું મને તારો અડધો મહેલ આપે, તો પણ હું તમાંરી સાથે નહિ આવું, હું અહીં કશું ખાઈશ કે પીશ નહિ,

1 રાજઓ 13:22

પણ તેણે મના કરી હતી, ત્યાં પાછા આવીને તેં ખાધુંપીધું છે, આથી તારું મડદું તારા પૂર્વજોની કબરે નહિ પહોંચે.”

યર્મિયાનો વિલાપ 18:6

ઇસ્રાએલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય કે તેમનાં થાનકોમાં જઇને પ્રસાદ લેતો ન હોય, પડોશી સ્ત્રીને ષ્ટ કરતો ન હોય કે રજસ્વલા સાથે વ્યભિચાર ન કરતો હોય,

યર્મિયાનો વિલાપ 18:15

પર્વતો પર મૂર્તિઓની આગળ ઉજાણીમાં જોડાતો ન હોય કે ઇસ્રાએલ પ્રજાની મૂર્તિઓ તરફ ષ્ટિ કરતો ન હોય અને પડોશીની સ્ત્રી સાથે વ્યભિચાર કરે નહિ,

માથ્થી 7:21

“જે મને પ્રભુ, પ્રભુ કહે છે, તે દરેક વ્યક્તિ આકાશના રાજ્યમાં પ્રવેશ કરશે એમ તો નહિ, પણ જેઓ મારા આકાશમાંના પિતાની ઈચ્છા પ્રમાણે કરે છે તેઓ જ આકાશમાં પ્રવેશી શકશે.

લૂક 11:28

પણ ઈસુએ કહ્યું, “જે લોકો દેવની વાત સાંભળે છે અને પાળે છે; તેઓ સાચા સુખી લોકો છે.”

યોહાન 13:17

જો તમે આ વાતો જાણો અને તેઓને પાળો તો તમે સુખી થશો.

યોહાન 15:14

હું તમને જે કહું તે જો તમે કરો તો તમે મારા મિત્રો છો.

ફિલિપ્પીઓને પત્ર 4:9

તમે મારા દ્વારા શીખેલા અને મેળવેલાં કાર્ય કરો. મેં તમને કહેલું અને તમે જે કરતા મને જોયો તે સર્વ કરો. અને શાંતિનો દેવ તમારી સાથે રહેશે.

યાકૂબનો 2:17

એવું જ વિશ્વાસ માટે છે, વિશ્વાસમાં જો કરણી ન હોય, તો તે તેની જાતે મૃતપ્રાય છે, વિશ્વાસ એકલો પૂરતો નથી, કારણ કે કરણીઓ વિનાનો વિશ્વાસ એ વિશ્વાસ નથી.

1 યોહાનનો પત્ર 3:22

અને દેવ આપણને આપણે જે માગીએ તે આપે છે. આપણે આ વાનાં પ્રાપ્ત કરીએ છીએ કેમ કે આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને આપણે દેવ પ્રસન્ન થાય તેવાં કામો કરીએ છીએ.

પ્રકટીકરણ 22:14

“તે લોકો જેઓએ તેઓના ઝભ્ભા ધોયા છે તેઓને ધન્ય છે.તેઓને જીવનના વૃક્ષમાંથી ખોરાક ખાવા માટેનો હક્ક મળશે. તેઓ દરવાજાઓમાં થઈને નગરમાં જઈ શકશે.

Interlinear

Choose Theme