ધણા પુરુષો પોતાના પિતાની પત્નીઓ સાથે વ્યભિચારમાં ડૂબેલા હોય છે. અને તેમાંના ધણા તો સ્ત્રીઓ પર ઋતુકાળ દરમ્યાન બળાત્કાર કરે છે.
Cross references
ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.
પૂર જેવાં તારા તીવ્રં આવેશને તું રોકી ન શક્યો; તેથી તું માંરા સૌથી માંનીતો પુત્ર નહિ બને, તું તારા પિતાની શૈયા પર ચઢીને તેની પત્નીઓમાંથી એક સાથે સુતો. તું જે શૈયા પર સૂતો તેને શરમજનક બનાવી છે.”
“તમાંરામાંના કોઈએ પણ લોહીની સગાઈવાળા સાથે જાતીય સંબંધ કરવો નહિ, હું યહોવા છું.
“કોઈ પણ પુત્રએ પોતાની માંતા સાથે જાતીય સંબંધ કરીને પિતાને કલંક લગાડવું નહિ. એ તમાંરી માંતા છે તેને તમાંરે કલંકિત ન કરવી.
“તમાંરે કોઈ ઋતુમતિ સ્ત્રી સાથે જાતીય સંબંધ ન કરવો, કારણકે તે આ સમયમાં અશુદ્ધ છે.
જો કોઈ પુરુષ પોતાના પિતાની પત્ની સાથે કૂકર્મ કરે, તો તેણે પોતાના પિતાને કલંક લગાડયું છે, તે બંને મૃત્યુદંડને પાત્ર થાય. તેમના મોતની જવાબદારી તેમને માંથે છે.
“જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે તેના ઋતુકાળ દરમ્યાન શારીરિક જાતીય સંબંધ કરે તો નિયમોનો ભંગ કરવા બદલ બંનેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો.
“‘જે વ્યકિત પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે શ્રાપિત છે, કારણ કે, તે તેના પિતાની બદનામી કરે છે;’ “અને બધા લોકો કહેશે ‘આમીન.’
“‘જો કોઈ વ્યકિત તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’“અને બધા લોકો કહેશે, ‘આમીન.’
અહીથોફેલે તેને કહ્યું, “આપના પિતા તેની થોડી ઉપપત્નીઓને મહેલમાં તેની સંભાળ લેવા માંટે મૂકી ગયા હતા, જાઓ અને તેમની આબરૂ લો. તેથી સર્વ ઇસ્રાએલીઓને જાણ થશે કે, આપને આપના પિતા સાથે દુશ્મનાવટ છે. અને આપના ટેકેદારોને હિંમત મળશે.”
ઇસ્રાએલનો જયેષ્ઠ પુત્ર રૂબેન હતો, પણ તેણે પોતાના પિતાની એક પત્ની સાથે મેળાપ કરી પિતાનું અપમાન કર્યુ હતું, તેથી તેનો જયેષ્ઠપણાનો હક્ક તેના ભાઈ યૂસફને આપવામાં આવ્યો હતો.
ઇસ્રાએલીઓની મૂર્તિઓની પૂજા કરતો ન હોય કે તેમનાં થાનકોમાં જઇને પ્રસાદ લેતો ન હોય, પડોશી સ્ત્રીને ષ્ટ કરતો ન હોય કે રજસ્વલા સાથે વ્યભિચાર ન કરતો હોય,
તેઓએ ગરીબોને ધૂળમાં પગતળે કચડ્યા છે. અને નમ્ર લોકોને સાચા માર્ગમાંથી દૂર ધકેલી દેવામાં આવ્યાં છે. પિતા અને પુત્ર એક જ સ્ત્રી પાસે ગયા છે અને મારું પવિત્ર નામ બગાડ્યું છે.
લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે.