Home Bibles ☰ Books યર્મિયાનો વિલાપ 19:8 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 19:8 · ગુજરાતી બાઇબલ

આજુબાજુના પ્રાંતના લોકોએ તેના પર હુમલો કર્યો, તેમણે જાળ નાંખીને તેને ખાડામાં પકડી લીધો.

Cross references

2 રાજઓ 24:1

યહોયાકીમે રાજાના અમલ દરમ્યાન બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર યરૂશાલેમ પર ચઢી આવ્યો. યહોયાકીમ તેને તાબે થઈ ગયો. પરિણામે ત્રણ વર્ષ પર્યંત તેને વસૂલી ભરવી પડી, પણ પછી તેણે બંડ કર્યું.

2 રાજઓ 24:2

આથી યહોવાએ બાબિલ, અરામ, મોઆબ અને આમ્મોનના સશસ્ત્ર સૈનિકોને તેની સામે લડવા મોકલ્યા. અને આમ, યહોવાએ પોતાના પ્રબોધકો મારફતે જણાવ્યા મુજબ યહૂદાને ખેદાન-મેદાન કરી નાખ્યું.

2 રાજઓ 24:11

તેનું લશ્કર શહેરને ઘેરો ઘાલીને પડયું હતું એ દરમ્યાન તે જાતે ત્યાં આવી પહોંચ્યો.

ચર્મિયા 22:19

એક ગધેડાંના જેવી તેની અંતિમ યાત્રા થશે, તેને ઘસડીને યરૂશાલેમના દરવાજા બહાર નાખી આવશે.”

યર્મિયાનો વિલાપ 4:20

યહોવાથી અભિષિકત થયેલો જે અમારા માટે નાકમાંના શ્વાસ જેટલો મહત્વપૂર્ણ હતો તે અમારા શત્રુઓના બંદીવાસમાં બંદી થઇ પડ્યો હતો, અમે કહેતા હતા “અમે તેની છત્રછાયામાં અમારા શત્રુઓની વચ્ચે સુરક્ષિત છીએ.”

યર્મિયાનો વિલાપ 12:13

હું તેને મારી જાળમાં ફસાવીને ખાલદીઓનાં દેશ બાબિલમાં લઇ જઇશ. પરંતુ તે જોઇ શકશે નહિ અને ત્યાં જ મૃત્યુ પામશે.

યર્મિયાનો વિલાપ 17:20

હું તેના પર મારી જાળ નાખીને તેને પકડી લઇશ અને હું તેને બાબિલમાં લઇ જઇશ અને મારી સાથે વિશ્વાસઘાત કરવા બદલ, હું તેને ન્યાયાલયમાં ઢસડી જઇશ.

યર્મિયાનો વિલાપ 19:4

બીજી પ્રજાઓએ એ સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવ્યો. તેઓ તેને બેડીઓ પહેરાવી મિસર લઇ ગયા.

Interlinear

Choose Theme