Home Bibles યર્મિયાનો વિલાપ 19:4 · ગુજરાતી બાઇબલ
યર્મિયાનો વિલાપ 19:4 · ગુજરાતી બાઇબલ

બીજી પ્રજાઓએ એ સાંભળ્યું અને તેને ખાડામાં ફસાવ્યો. તેઓ તેને બેડીઓ પહેરાવી મિસર લઇ ગયા.

Cross references

2 રાજઓ 23:31

યહૂદાનો નવો રાજા યહોઆહાઝ ગાદીએ બેઠો, ત્યારે તે ત્રેવીસ વર્ષનો હતો, તેણે યરૂશાલેમમાં ત્રણ મહિના રાજ કર્યું, તેની માતાનું નામ હમૂટાલ હતું. તે લિબ્નાહના યમિર્યાની પુત્રી હતી.

2 રાજઓ 23:33

ફારુન નકોહે તેને યરૂશાલેમ કબજે કરતો અટકાવવા માટે હમાથમાં કેદ પકડયો અને પછી તેણે દેશ પર 7,500 પાઉંડ ચાંદી અને 75 પાઉંડ સોનાનો કર નાખ્યો.

2 કાળવ્રત્તાંત 36:4

તથા તેની જગ્યાએ તેના ભાઇ એલ્યાકીમને યહૂદાનો અને યરૂશાલેમનો રાજા બનાવ્યો, અને તેનું નામ બદલીને યહોયાકીમ રાખ્યું. નખો તેના ભાઇ યહોઆહાઝ ને મિસર ઉપાડી ગયો.

2 કાળવ્રત્તાંત 36:6

તેણે દેવ યહોવાની ષ્ટિએ ખોટું ગણાય એવું આચરણ કર્યુ. આથી બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તેના ઉપર ચઢી આવ્યો અને તેને સાંકળ બાંધી બાબિલ લઇ ગયો.

ચર્મિયા 22:11

તેના પિતા યોશિયા રાજાની જગ્યાએ ગાદીએ આવનાર શાલ્લૂમને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો છે. તેના વિષે યહોવા કહે છે:

ચર્મિયા 22:18

તે માટે યહૂદિયાના રાજા યોશિયાના પુત્ર યહોયાકીમ વિષે યહોવા કહે છે કે, “તે મૃત્યુ પામશે ત્યારે તેનું કુટુંબ તેને માટે શોક કરશે નહિ, ઓ મારા ભાઇ! અથવા ઓ મારી બહેન! એવું બોલીને રડશે નહિ. તેની પ્રજા પણ તેના મૃત્યુની નોંધ લેશે નહિ. ‘મારા માલિક! મારા રાજા!’ એમ કહીને કોઇ રડશે નહિ.

Interlinear

Choose Theme