Home Bibles ☰ Books નિર્ગમન 9:18 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 9:18 · ગુજરાતી બાઇબલ

યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ.

Cross references

નિર્ગમન 9:22

પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા હાથ આકાશ તરફ લંબાવ, જેથી આખા મિસર દેશમાં માંણસો, ઢોરો અને ખેતરના બધા છોડ ઉપર કરા પડે.”

નિર્ગમન 10:6

તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી ન જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.”‘ ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.

નિર્ગમન 10:14

સમગ્ર મિસર પર તીડો ચડી આવ્યાં અને દેશભરમાં પ્રવેશી અને ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે નહિ.

નિર્ગમન 11:6

અને સમગ્ર મિસર દેશમાં ભારે રડારોળ થશે, તે પહેલાં કદી ન હતો એના કરતા વધારે ખરાબ હશે અને ભવિષ્યમાં કદી થશે નહિ.

1 રાજઓ 19:2

પછી ઈઝેબેલે કાસદ મોકલી એલિયાને કહેવડાવ્યું કે, “તેં જેમ તે પ્રબોધકોના પ્રાણ લીધા છે તેમ હું તારા પ્રાણ આવતી કાલે રાત્રે બરાબર આવી જ રીતે આ સમય પહેલા હું તને માંરી નાખીશ.’ જો હું તેમ નહિ કરૂં તો, ભલે દેવ તેવું જ અને તેનાથી વધારે ખરાબ માંરા પ્રત્યે કરે.”

1 રાજઓ 20:6

હવે આવતી કાલે આ વખતે હું માંરા અમલદારોને તારા ઘર અને તારા અમલદારોના ઘરોને તપાસવા મોકલીશ અને તેઓ તેમને જે કાંઈ ગમશે તે બધું તેઓ ઝૂંટવી લેશે.”‘

2 રાજઓ 7:1

એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.

2 રાજઓ 7:18

એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું.

અયૂબ 38:23

મેં બરફ અને કરાઁની જગાઓને આફતના સમય અને લડાઇ અને યુદ્ધના સમય માટે બચાવી રાખી છે.

ગીતશાસ્ત્ર 83:15

તમારા વંટોળિયાઓ અને તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ડરાવો.

Interlinear

Choose Theme