તેઓ તારા મહેલોને તથા તારા અમલદારોના અને તમાંમ મિસરવાસીઓનાં ઘરોને ભરી દેશે. તારા પિતૃઓએ મિસરમાં રહેવાનું શરુ કર્યુ ત્યારથી કદી ન જોયા હોય તેના કરતા વધારે તીડો હશે.”‘ ત્યારબાદ મૂસા ફારુન પાસેથી ચાલ્યો ગયો.
Cross references
નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. તે નદીમાંથી નીકળીને તમાંરાં ઘરોમાં, તમાંરા શયનખંડમાં, તમાંરા પલંગ ઉપર, તમાંરા અમલદારોના તથા તમાંરી પ્રજાનાં ઘરોમાં, તેમના રસોડામાં અને તેમના પાણીના ઘડાઓમાં ચઢી આવશે.
જો તું માંરા લોકોને નહિ જવા દે તો તારા ઘરમાં, તારા ઉપર, તથા તારા અમલદારો ઉપર તથા તારી પ્રજા ઉપર, ઘરોમાં માંખીઓ મોકલીશ. અને મિસરના લોકોનાં ઘરો માંખીઓથી ભરાઈ જશે; અને માંખીઓ આખી જમીન પર પણ હશે.
યાદ રાખજે, આવતી કાલે આ જ સમયે હું એવો તો ભારે કરાનો વરસાદ વરસાવીશ કે મિસરમાં કદી પડ્યો નથી, મિસર દેશ બન્યો ત્યારથી તો નહિ જ.
કરા પડી રહ્યાં હતા અને કરાની સાથે વીજળી ઝબકારા માંરતી હતી. મિસર દેશ રાષ્ટ્ર બન્યો ત્યારથી આજસુધી કદી ન પડયો હોય એવો ભારે કરાનો વરસાદ આખા દેશમાં પડયો.
ના ભાઈ ના, જાઓ, એકલા પુરુષો જાઓ અને યહોવાની ઉપાસના કરો. એટલી જ તમાંરી માંગણી હતી. હવે તમાંરા બધાજ લોકો જઈ શકે નહિ.” પછી ફારુને મૂસા અને હારુનને જવા દીધાં.
સમગ્ર મિસર પર તીડો ચડી આવ્યાં અને દેશભરમાં પ્રવેશી અને ભૂમિ પર બેસી ગયાં. આવાં તીડોનાં ટોળાં અગાઉ કદી આવ્યાં નહોતાં અને ભવિષ્યમાં કદાપિ આવશે નહિ.
અને સમગ્ર મિસર દેશમાં ભારે રડારોળ થશે, તે પહેલાં કદી ન હતો એના કરતા વધારે ખરાબ હશે અને ભવિષ્યમાં કદી થશે નહિ.
અને પછી તમાંરા આ બધાજ ચાકરો, મિસરવાસીઓ માંથા નમાંવીને માંરી પૂજા કરશે. તેઓ કહેશે કે, “ચાલ્યા જાઓ! તમાંરા બધાં લોકોને તમાંરી સાથે લઈ જાવ” અને પછી હું ક્રોધથી ફારુન પાસેથી નીકળી જઈશ.”‘
અંધકાર અને વિષાદનો તે દિવસ છે. વાદળો અને અંધકારનો દિવસ. પર્વતો પર પથરાતા ઘાટા પડછાયા જેવું બળવાન અને વિશાળ સૈન્ય જેવું દેખાય છે. એવું પહેલાં કદી બન્યું નથી કે, ભવિષ્યમાં કદી જોવા નહિ મળે, મોટી તથા બળવાન પ્રજા આવશે.
તેઓ શહેરમાં ઉમટયા છે. તેઓ દીવાલોની એક તરફથી બીજી તરફ દોડે છે. તેઓ મકાનોની અંદર ચઢી જાય છે. અને બારીઓમાંથી ચોરની જેમ પ્રવેશે છે.
વિશ્વાસના કારણે મૂસાએ રાજાના ક્રોધની બીક રાખ્યા વગર ઇજીપ્ત દેશનો ત્યાગ કર્યા. તેણે દૃઢ વિશ્વાસ ચાલું રાખ્યો; જેમ કે અદશ્ય દેવને તે જોતો હોય.