Home Bibles 2 રાજઓ 7:1 · ગુજરાતી બાઇબલ
2 રાજઓ 7:1 · ગુજરાતી બાઇબલ

એલિશાએ જવાબ આપ્યો, “આ યહોવાનાં વચન છે: આવતી કાલે આ સમયે સમરૂનના બજારમાં એક શેકેલની સાટે એક માપ લોટ અને એક શેકેલ સામે બે માપ જવ વેચાશે.

Cross references

નિર્ગમન 8:23

આમ હું માંરી પ્રજા અને તારી પ્રજા વચ્ચે જુદો વર્તાવ રાખીશ; તે માંરો પરચો અને એંધાણ હશે.”‘

નિર્ગમન 9:5

અને યહોવાએ સમય નક્કી કરીને કહ્યું, “હું આવતી કાલે આ દેશમાં એનો અમલ કરીશ.”‘

નિર્ગમન 14:13

પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ.

નિર્ગમન 16:12

“મેં ઇસ્રાએલના લોકોની ફરિયાદ સાંભળી છે; એટલા માંટે તેમને કહો કે, ‘સાંજે તમે માંસ ખાશો અને સવારે તમે રોટલી ઘરાઈને ખાશો; અને તમને વિશ્વાસ થશે કે તમાંરા દેવ યહોવા હું છું.”‘

યહોશુઆ 3:5

યહોશુઆએ લોકોને કહ્યું કે, “તમાંરી જાતની શુદ્ધિ કરો, કેમ કે આવતી કાલે યહોવા તમાંરી મધ્યે આશ્ચર્યકૃત્યો કરશે.”

1 શમુએલ 11:9

અને જે કાસદો આવ્યા હતા તેમને તેઓએ કહ્યું કે, તમે યાબેશ-ગિલયાદના માંણસોને કહો, “આવતી કાલે સૂરજ માંથે આવે ત્યાં સુધીમાં તમાંરો છૂટકારો થયો હશે.”આ સંદેશો સાંભળીને યાબેશના લોકોના આનંદનો પાર ન રહ્યો તેમણે નાહાશને કહ્યું,

1 શમુએલ 15:1

શમુએલે એક દિવસે શાઉલને કહ્યું, “યહોવાએ મને રાજા તરીકે તારો અભિષેક કરવા મોકલ્યો છે. હવે તું યહોવાના વચન સાંભળ.

1 રાજઓ 22:19

મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો, મેં યહોવાને તેના સિંહાસન પર આકાશમાં બિરાજેલા જોયા છે. તેમને જમણે અને ડાબે બધા દેવદૂતો તેમની સેવામાં ઊભા છે.

2 રાજઓ 4:42

બઆલ-શાલીશાહથી એક માંણસ એલિશા પાસે, પહેલા પાકના જવમાંથી બનાવેલા વીસ રોટલા અને ભરેલાં દાણાવાળાં તાજાં કણસલાં લઈને આવ્યો. એલિશાએ કહ્યું, “આ લોકોને તે ખાવા આપી દો.”

2 રાજઓ 6:25

શહેરમાં લોકો ભારે ભૂખમરો વેઠતા હતા. દુકાળ એટલો લાંબો ચાલ્યો હતો કે ગધેડાનું 1 માંથું ચાંદીના 80 સિક્કામાં વેચાતું હતું. પા કિલો “કબૂતરની અઘારના”5 ચાંદીના સિક્કા વચાંવી હતી.

2 રાજઓ 6:33

હજી તો એલિશા આ વાત કરતો હતો, ત્યાં જ રાજા આવી પહોંચ્યો, અને બોલ્યો, “આ આફત જરૂર યહોવા તરફથી આવેલી છે! મારે યહોવા પાસેથી વધારે મદદની અપેક્ષા શા માટે રાખવી જોઈએ?”

2 રાજઓ 7:16

પછી લોકોએ બહાર જઈને અરામીઓની છાવણી લૂંટી લીધી, અને યહોવાએ કહ્યું હતું તેમ એ દિવસે સમરૂનના બજારમાં એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાયાં

2 રાજઓ 7:18

એલિશાએ રાજાને કહ્યું હતું કે, “આવતી કાલે, આ વખતે સમરૂનના દરવાજા પાસે એક માપ મેંદો એક શેકેલે અને બે માપ જવ એક શેકેલે વેચાશે.” આમ પણ પ્રબોધકે રાજાને કહ્યું હતું.

2 રાજઓ 20:16

ત્યારે યશાયાએ કહ્યું, “યહોવાનાં વચન સાંભળ, તે કહે છે;

ગીતશાસ્ત્ર 46:5

દેવ સ્વયં તે નગરમાં વસે છે. દેવ પરોઢિયે તેની સહાય કરશે, તેથી નગરનું પતન ક્યારેય નહિ થાય.

યશાયા 1:10

હે યરૂશાલેમના રાજકર્તાઓ અને પ્રજાજનો, તમે સદોમના અને ગમોરાના રાજકર્તાઓ અને પ્રજાજનો જેવા થઇ ગયા છો. તમે યહોવાની વાણી સાંભળો, આપણા દેવના નિયમશાસ્ત્ર પ્રત્યે કાને ધરો.

યર્મિયાનો વિલાપ 37:4

તેણે મને કહ્યું, “તું મારા તરફથી એ હાડકાંઓને પ્રબોધ કર. ‘હે સૂકાં હાડકાંઓ, યહોવાનો સંદેશો સાંભળો,

યોહાન 6:9

“અહીં એક છોકરો છે જેની પાસે જવની પાંચ રોટલીઓ અને બે માછલી છે. પરંતુ તે આટલા બધા લોકો માટે પૂરતી નથી.”

પ્રકટીકરણ 6:6

પછી મેં કંઈક વાણીના જેવો અવાજ સાંભળ્યો. જ્યાં ચાર જીવતા પ્રાણીઓ હતાં ત્યાંથી તે વાણી આવી. તે વાણીએ કહ્યું કે, “એક દિવસના વેતનમાં અડધો કિલો ઘઉં, અને એક દિવસના વેતનમાં દોઢ કિલો જવ, પણ તેલ કે દ્રાક્ષારસને તું વેડફીશ નહિ!”

Interlinear

Choose Theme