Home Bibles ☰ Books નિર્ગમન 36:1 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 36:1 · ગુજરાતી બાઇબલ

“બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.”

Cross references

નિર્ગમન 12:28

યહોવાએ આ આદેશ મૂસાને અને હારુનને આપ્યો હતો. તેથી ઇસ્રાએલના લોકોએ યહોવાના આદેશ પ્રમાંણે કર્યુ.

નિર્ગમન 23:21

તમે લોકો તેનાથી જાળવીને રહેજો અને તેનું કહ્યું કરજો. તેના વિરુદ્ધ બળવો ન કરશો, તે તમાંરો ગુનો માંફ કરશે નહિ કારણ કે માંરુ નામ તેનામાં છે.

નિર્ગમન 25:8

“અને તેઓ માંરા માંટે એક પવિત્ર સ્થાન બનાવે, જેથી હું તેમની વચ્ચે રહી શકું.

નિર્ગમન 28:3

મેં જે કારીગરોને કુશળતા આપી છે તેઓને સૂચના આપ કે હારુન માંટે પોષાક તૈયાર કરે જેથી યાજક તરીકે તે માંરી સંમુખ સેવા કરે.

નિર્ગમન 31:1

વળી યહોવાએ મૂસાને કહ્યું,

નિર્ગમન 31:11

અભિષેક માંટેનું તેલ અને પવિત્રસ્થાનક માંટેનો સુગંધીદાર ધૂપ.તેમણે આ બધી જ સામગ્રી મેં જણાવ્યું છે તે પ્રમાંણે બરાબર બનાવવી.”

નિર્ગમન 35:30

પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે.

નિર્ગમન 36:3

ઇસ્રાએલીઓએ મંદિર બાંધવા માંટે જે જે ભેટો આપી હતી તે બધી મૂસાએ તેમને સોંપી દીધી. તેમ છતાં ઇસ્રાએલીઓ પ્રતિદિન સવારમાં ભેટ લાવતા રહ્યા.

નિર્ગમન 38:23

તેને મદદ કરનાર દાનના વંશના અહીસામાંખનો પુત્ર આહોલીઆબ કોતરકામ કરનાર, નવી ભાતો બનાવનાર, અને ભૂરા કિરમજી અને લાલ ઊન તેમજ ઝીણા કાંતેલા શણનું ભરત ભરનાર હતો.

નિર્ગમન 39:1

પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં.

ગણના 7:9

પરંતુ કહાથના વંશજોને કાંઈ જ આપ્યું નહિ, કારણ કે તેઓને જે પવિત્ર વસ્તુઓ સોંપવામાં આવી હતી તેની જવાબદારી તેઓ પોતાના માંથે જ રાખતા અને પોતાના ખભા ઉપર ઊચકી લેતા હતા.

1 કાળવ્રત્તાંત 2:20

હૂરથી ઉરી અને ઉરીથી બસાલએલ થયો.

1 કાળવ્રત્તાંત 28:21

યાજકોની અને લેવીઓની દેવના મંદિરમાં સેવા કરવા માટેની ટુકડીઓ મેં નક્કી કરી છે. તે બધાં કામોમાં કુશળ કારીગરો તને રાજીખુશીથી મદદ કરશે અને બધા અમલદારો તેમજ લોકો પણ તારી આજ્ઞાનું પાલન કરવા તત્પર રહેશે.

Interlinear

Choose Theme