Home Bibles નિર્ગમન 39:1 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 39:1 · ગુજરાતી બાઇબલ

પવિત્રસ્થાનમાં સેવા કરતી વખતે યાજકોએ પહેરવાના દબદબાભર્યા પોષાક, લોકોએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના કાપડમાંથી બનાવ્યા. યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તે મુજબ તેમણે હારુનને માંટેનાં વસ્ત્રો બનાવ્યાં.

Cross references

નિર્ગમન 25:4

શણનું ઝીણું કાપડ તથા બકરાંના વાળ,

નિર્ગમન 26:1

યહોવાએ મૂસાને કહ્યું, “વળી તું મંડપ દશ પડદાનો બનાવજે. આ પડદા ઝીણા કાંતેલા શણના હોવા જોઈએ અને ભૂરા, કિરમજી અને લાલ ઊનના બનાવજે. એ પડદાઓ ઉપર જરીથી કળામય રીતે કરૂબ દેવદૂતો ભરાવજે.

નિર્ગમન 28:2

“તારા ભાઈ હારુનને માંટે પવિત્ર પોષાક તૈયાર કરાવજે, જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.

નિર્ગમન 28:5

એ વસ્ત્રો સોનેરી ઘેરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણમાંથી જ બનાવવાં.

નિર્ગમન 31:10

યાજક હારુન અને તેના પુત્રો માંટે સેવા સમયે પહેરવાનાં પવિત્ર પોષાક,

નિર્ગમન 35:19

પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે યાજકોએ ધારણ કરવાના દબદબાભર્યા વસ્ત્રો, એટલે કે યાજક હારુન અને તેના પુત્રો માંટેનાં યાજક તરીકે સેવા કરવા માંટેનાં પવિત્ર વસ્ત્રો.”

નિર્ગમન 35:23

બીજાં કેટલાક ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊન ઝીણા કાંતેલા શણના કાપડ અને બકરાંના વાળનાં કાપડ લાવ્યાં. વળી લાલા રંગ કરેલાં ઘેટાનાં ચામડાં અને ખાસ રીતે પકવેલાં બકરાંના ચામડાં પણ તેઓ લઈ આવ્યાં.

નિર્ગમન 39:41

પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે પહેરવાનાં સુંદર દબદબાભર્યા વસ્ત્રો તથા યાજક તરીકે ફરજ બજાવતી વખતે હારુન અને તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો મૂસાને બતાવ્યાં.

ગીતશાસ્ત્ર 93:5

તમારા કરારો સંપૂર્ણ રીતે વિશ્વાસપાત્ર છે, હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.

યર્મિયાનો વિલાપ 42:14

મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”

યર્મિયાનો વિલાપ 43:12

“આ મંદિરનો નિયમ છે: પર્વતના શિખર ઉપર જ્યાં મંદિર બાંધવામાં આવ્યું છે ત્યાં મંદિરની આસપાસનો સમગ્ર વિસ્તાર પરમપવિત્ર છે. મંદિરનો આ નિયમ છે.

હિબ્રૂઓને પત્ર 9:12

હંમેશને માટે એક જ વાર રક્ત લઈને ખ્રિસ્ત પરમપવિત્રસ્થાનમાં પ્રવેશ્યો. બકરાના તથા વાછરડાના રક્ત વડે નહિ, પરંતુ પોતાના જ રક્ત વડે આપણે માટે સર્વકાલિન આપણા ઉદ્ધારની પ્રાપ્તિ માટે તે પ્રવેશ્યો.

હિબ્રૂઓને પત્ર 9:25

આ સૌથી વધુ પવિત્રસ્થાનમાં પ્રમુખયાજક વર્ષમાં એક જ વાર પ્રવેશે છે. તે પોતાની સાથે દેવને અર્પણ કરવા રક્ત લાવે છે. પરંતુ ખ્રિસ્તની માફક તે પોતાનું રક્ત અર્પણ કરતો નથી. ખ્રિસ્ત તો આકાશમાં સીધાવ્યો પણ તેને બીજા પ્રમુખ યાજકની માફક વારંવાર રક્ત અર્પણ કરવાની જરૂર રહી નહી.

Interlinear

Choose Theme