Home Bibles નિર્ગમન 28:3 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 28:3 · ગુજરાતી બાઇબલ

મેં જે કારીગરોને કુશળતા આપી છે તેઓને સૂચના આપ કે હારુન માંટે પોષાક તૈયાર કરે જેથી યાજક તરીકે તે માંરી સંમુખ સેવા કરે.

Cross references

નિર્ગમન 31:3

મેં તેનામાં દૈવી શક્તિભરી દીધી છે અને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી, અને પુષ્કળ જ્ઞાન અને હોશિયારી આપી છે.

નિર્ગમન 31:6

વળી તેની સાથે કામ કરવા માંટે મેં દાનના કુળસમૂહના અહી સામાંખના પુત્ર આહોલીઆબને પસંદ કર્યો છે, તથા બીજા બધા કુશળ કારીગરોને પણ મેં કુશળતા આપી છે. જેથી તેઓ મેં તને જે જણાવ્યું તે બધી વસ્તુઓ બનાવી શકે:

નિર્ગમન 35:10

“તમાંરામાંથી જેઓ ખાસ કુશળ કારીગરો છે તેઓ આવે અને યહોવાએ જે બનાવવાની આજ્ઞા કરી છે તે બનાવે:

નિર્ગમન 35:25

જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું.

નિર્ગમન 35:30

પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે.

નિર્ગમન 35:35

તેણે તેમને સર્વ પ્રકારનું કામ કરવાનું કૌશલ્ય આપ્યું છે; કોતરણીનું, સિલાઈનું, ભરતકામના કિરમજી રંગના કાપડના પડદાઓની ભાત તૈયાર કરવાનું, ભૂરાં, જાંબુડિયા અને કિરમજી ઊનના અને બારીક શણના ભરતગૂંથણનું અને વણાંટનું, તેઓ સર્વ પ્રકારનું કામ કરી શકે છે અને ભાત રચી શકે છે, સર્વમાં તેઓ શ્રેષ્ઠ પુરવાર થશે.

નિર્ગમન 36:1

“બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.”

નિર્ગમન 36:2

પછી મૂસાએ બઝાલએલને, આહોલીઆબને અને જે કારીગરોને યહોવાએ કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે બધાને બોલાવ્યા અને સૌને કામ શરૂ કરવા જણાવ્યું.

પુનર્નિયમ 34:9

નૂનનો પુત્ર યહોશુઆ જ્ઞાનના આત્માંથી ભરપૂર હતો, કારણ કે મૂસાએ તેના મસ્તક પર પોતાનો હાથ મૂકયો હતો, તેથી ઇસ્રાએલી લોકો યહોશુઆને આધિન રહેતા અને યહોવાએ મૂસા દ્વારા આપેલી આજ્ઞાઓ પાળતા હતા.

નીતિવચનો 2:6

કારણ કે યહોવા જ્ઞાનના દાતા છે, તેના મુખમાંથી જ્ઞાન અને સમજણ શકિત પ્રગટે છે.

યશાયા 11:2

યહોવાનો આત્મા, સુબુદ્ધિ તથા સમજદારીનો આત્મા, વિવેકબુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે.

યશાયા 28:24

શું ખેડુત ખેતર ખેડ્યા જ કરે અને વાવણી જ ન કરે એવું બને ખરું? તે શું ચાલુ જમીન ખોદ્યા જ કરે છે અને રાંપડી જ ફેરવ્યા કરે છે?

1 કરિંથીઓને 12:7

દરેક વ્યક્તિમાં પવિત્ર આત્માનું પ્રદાન જોઈ શકાય છે. જે આત્મા પ્રદાન કરે છે તેના દ્વારા એક વ્યક્તિ બીજા લોકોને મદદકર્તા બને છે.

એફેસીઓને પત્ર 1:17

મેં હમેશા આપણા પ્રભુ ઈસૂ ખ્રિસ્તના દેવ-મહિમાવાન પિતાને પ્રાર્થના કરી છે. મેં પ્રાર્થના કરી છે કે તેઓ તમને એવી આત્મિય સમજ આપશે જે તમને દેવનો સાચો પરિચય કરાવે-એ પરિચય કે જેનું દર્શન તેણે કરાવ્યું છે.

યાકૂબનો 1:17

દરેક ઉત્તમ વસ્તુ દેવ પાસેથી જ આવે છે અને બધીજ પરિપૂર્ણ ભેટો પ્રભુ તરફથી આવે છે. સર્વ પ્રકાશોના પિતા પાસેથી આ બધીજ શુભ વસ્તુઓ (સૂરજ, ચંદ્ધ, તારા) આવે છે. દેવ કદી બદલાતો નથી. તે સદાય એ જ રહે છે.

Interlinear

Choose Theme