Home Bibles ☰ Books હિબ્રૂઓને પત્ર 12:14 · ગુજરાતી બાઇબલ
હિબ્રૂઓને પત્ર 12:14 · ગુજરાતી બાઇબલ

બધા જ લોકો સાથે શાંતિથી જીવવા પ્રયત્ન કરો અને પાપથી મુક્ત જીવન જીવવા પ્રયત્ન કરો. જેનું જીવન પવિત્ર ન હોય તો તેને દેવના દર્શન કદી થશે નહિ.

Cross references

ઊત્પત્તિ 13:7

ઇબ્રામ અને લોતના ગોવાળો વચ્ચે અંદરો અંદર ઝગડા ચાલતા હતા. તે દિવસો દરમ્યાન કનાનીઓ અને પરિઝીઓ એ પ્રદેશમાં રહેતા હતા.

ઊત્પત્તિ 32:30

એટલા માંટે યાકૂબે તે જગ્યાનું નામ પનુએલ પાડયું. યાકૂબે કહ્યું, “આ જગ્યાએ મેં દેવના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. પરંતુ માંરો જીવ બચી ગયો.”

ન્યાયાધીશો 11:14

યફતાએ ફરીથી તેની પાસે સંદેશવાહકો મોકલ્યા,

અયૂબ 19:26

મારી ચામડી ઉતરડાઇ જશે અને મારો દેહ પડી જશે પછી પણ હું મારા દેવને મળીશ.

અયૂબ 33:26

તે દેવને પ્રાર્થના કરે છે, અને દેવ તેની પ્રાર્થનાનો જવાબ આપે છે. અને તે વ્યકિત એનું મુખ જોઇને આનંદમાં આવી જઇ બૂમો પાડશે અને દેવની ઉપાસના કરશે. અને ફરીથી તે સારું જીવન જીવવા લાગશે.

ગીતશાસ્ત્ર 34:14

દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો. શાંતિ શોધી તેની પાછળ લાગો.

ગીતશાસ્ત્ર 38:20

ભલાઇ ને બદલે દુષ્ટતા પાછી વાળે છે, અન્યાયથી તેઓ મારો તિરસ્કાર કરે છે, કારણ, હું જે સારું છે તેને અનુસરું છું.

ગીતશાસ્ત્ર 94:15

કારણ, ન્યાય પાછો વળશે અને તે ન્યાયીપણું લાવશે અને સર્વ યથાર્થ હૃદયવાળાં તેને અનુસરશે.

ગીતશાસ્ત્ર 120:6

જે શાંતિ પર દ્વેષ રાખે છે તેની સાથે રહીને હવે તો હું ધરાઇ ગયો છું.

ગીતશાસ્ત્ર 133:1

ભાઇઓ સહુ સંપીને રહે તે કેવું સરસ અને શોભાયમાન છે!

નીતિવચનો 15:1

નમ્ર જવાબથી ક્રોધ શમી જાય છે. પણ કઠોર વચનથી રોષ ભભૂકી ઊઠે છે.

નીતિવચનો 16:7

જ્યારે કોઇ વ્યકિતના જીવનથી યહોવા ખુશ થાય છે ત્યારે તેના દુશ્મનોને પણ તેની સાથે શાંતિથી રાખે છે.

Interlinear

Choose Theme