અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે.
Cross references
બાજઠ અને તેને ઊંચકવાની દાંડીઓ, અને તેનાં બધાં પાત્રો; ધરાવેલી રોટલી.
મેજ અને તેનાં બધાં સાધનો, અર્પણ કરેલી રોટલી,
અને તેના ઉપર યહોવાની આજ્ઞા અનુસાર યહોવાને ધરાવેલી રોટલી મૂકી.
“તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી 16વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી.
તમાંરે તે બાર રોટલા શુદ્ધ સોનાના બાજઠ ઉપર યહોવા સમક્ષ છ છની બે થપ્પીમાં ગોઠવવા.
“પછી તેઓએ રોટલી ઘરાવવાના બાજઠ પર એક ભુરા જાંબુડિયા રંગનું કાપડ પાથરી દેવું, અને થાળીઓ, ચમચા, વાટકા, ધૂપદાની અને પેયાર્પણ અને ખાસ રોટલો હમેશા તેની ઉપર હોવો જોઈએ.
દાઉદે કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે અમે કોઇ સ્ત્રી સાથે જાતિય સંબધ નથી કર્યો, માંરા માંણસો સામાંન્ય ફરજો પર લડવા જાય છે ત્યારે પણ પોતાની જાતને શુદ્ધ રાખે છે. આજે પણ આ વિષેશ કર્તવ્ય માંટે તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે.”
યાજકે ત્યાં બીજી રોટલી ન હતી તેથી તેમને પવિત્ર રોટલી આપી. જે યહોવાની સમક્ષ અર્પણ તરીકે મૂકવામાં આવી હતી. દરરોજ તાજી પવિત્ર રોટલી અર્પણ કરવામાં આવતી.
દરેક વિશ્રામવારે મેજ પર પ્રદશિર્ત કરવા માટેની તાજી રોટલી બનાવવાની જવાબદારી કોરાહના વંશના બીજા કેટલાંક માણસોની હતી.
દેવને ધરાવેલી રોટલી માટે, ખાદ્યાર્પણ માટેના લોટ માટે, ખમીર વગરની રોટલી માટે, શેકેલા ખાદ્યાર્પણ માટે તેલથી મોયેલા લોટ માટે તેમજ મંદિરમાં ધરાવેલી વસ્તુઓના વજન અને માપ માટે તેઓ જ જવાબદાર હતા.
ત્યારબાદ સુલેમાને તૂરના રાજા હૂરામને સંદેશો મકલ્યો કે, “તમે મારા પિતા દાઉદને રાજમહેલ બાંધવા માટે સુખડનું લાકડું મોકલ્યું હતું.
તેઓ રોજ સવારે તથા સાંજે દહનાર્પણો અને સુવાસિત ધૂપનું દહન કરે છે અને પવિત્ર મેજ ઉપર પ્રદશિર્ત કરવા માટેની રોટલી મૂકે છે. દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષ પર દીવાઓ પ્રગટાવે છે. કારણકે યહોવા અમારા દેવની આજ્ઞાઓને અનુસરવા અમે કાળજી રાખીએ છીએ; પણ તમે તો તેમને તજી દીધા છે.
યહોવા કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અર્પણો અપોર્ છો અને પછી પૂછો છો, “અમે તમને શી રીતે ષ્ટ કર્યા?”કારણકે તમે એમ માની લીધું હતું કે, યહોવાની વેદીનું સન્માન થવું ન જોઇએ.
“પરંતુ યહોવાની યજ્ઞવેદી અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન તિરસ્કારપાત્ર છે એવું કહીને તમે તેનું અપમાન કરો છો. વળી બલિદાનો માટે બીમાર પ્રાણીઓને લાવવા તમે લોકોને ઉત્તેજન આપો છો.
દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો?