Home Bibles ☰ Books માથ્થી 12:4 · ગુજરાતી બાઇબલ
માથ્થી 12:4 · ગુજરાતી બાઇબલ

દાઉદ દેવના ઘરમાં ગયો હતો અને દેવને અર્પેલી રોટલી ખાવાની છૂટ ફક્ત યાજકોને હોય છે તે તેણે ખાધી હતી. આ નિયમશાસ્ત્રનો ભંગ ન હતો?

Cross references

નિર્ગમન 25:30

અને એ મેજ પર હંમેશા માંરી સંમુખ મને ધરાવેલી રોટલી મૂકી રાખજે.

નિર્ગમન 29:32

ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું.

લેવીય 8:31

પછી મૂસાએ હારુનને અને તેના પુત્રોને કહ્યું, “યહોવાની આજ્ઞા મુજબ આ માંસ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ લઈ જઈ ત્યાં રાંધીને યાજકના દીક્ષાવિધિના અર્પણની ટોપલીમાંની રોટલી સાથે ખાજો.

લેવીય 24:5

“તમાંરે ઘઉનો લોટ લઈને તેમાંથી 16વાટકાનો એક એવા બાર રોટલી બનાવવી.

Interlinear

Choose Theme