નિર્ગમન 25:12 · ગુજરાતી બાઇબલ
પછી તેને ઊંચકવાનાં ચાર સોનાનાં કડાં બનાવવાં અને તેના ચાર ખૂણે જડી દેવાં; એક બાજુએ બે કડાં અને બીજી બાજુએ બે કડાં.
Cross references
નિર્ગમન 25:15
દાંડા કોશનાં કડામાં રહેવા દેવા, બહાર કાઢવા નહિ.
નિર્ગમન 25:26
અને એને ઉપાડવા માંટે સોનાનાં ચાર કડાં બનાવજે અને તેને ચાર ખૂણે ચાર પાયા સાથે જડી દેજે.
નિર્ગમન 26:29
“વળી પાટિયા સોનાથી મઢાવવાં. અને વળીઓ ભેરવવા માંટે તેમાં સોનાનાં કડાં બેસાડવાં અને વળીઓને પણ તું સોનાથી મઢાવજે.
નિર્ગમન 27:7
વળી વેદીને ઊચકતી વખતે એ દાંડા વેદીની દરેક બાજુએ આવેલા કડામાં ભેરવજે.
નિર્ગમન 37:5
અને કોશ ઉપાડવા માંટે બંને બાજુના કડામાં પરોવી દીઘા.
નિર્ગમન 38:7
પછી તેને વેદીની બાજુએ આવેલાં કડાંઓમાં પરોવી દીધા. વેદી લાકડાંના પાટિયાંમાંથી બનાવેલી હતી અને અંદરથી પોલી રાખી હતી.
નિર્ગમન 39:16
તદુપરાંત તેમણે સોનાની બે વાળી બનાવી ન્યાયકરણ ઉરપત્રના બે ખૂણાઓમાં બેસાડી દીધી. તેઓએ ખભાના ટુકડાઓ માંટે બે સોનાની નકશી બનાવી.