Cross references
ગણના 1:50
કારણ કે લેવીઓને પવિત્રમંડપની સેવાનું તથા તેને ઊંચકી લેવાનું કામ સોંપવાનું છે, તેઓએ એકલાએ જ હાજરમાં રહેવા માંટે પવિત્રમંડપની પાસે જ તેની ચારે બાજુ પોતાની છાવણી રાખવાની છે.
ગણના 4:15
“હારુન અને તેના પુત્રો મુકામ ઉપાડતી વખતે પવિત્રસ્થાનને અને તેની બધી સાધનસામગ્રીને ઢાંકે અને તે પછી કહાથના કુળોએ તે ઉપાડવા માંટે હાજર થઈ જવું, અને જયાં છાવણી કરવાની હોય ત્યાં બધું લઈ જવું; પરંતુ તેઓએ પવિત્ર વસ્તુઓને અડવું નહિ, અડે તો રખેને તેઓ મૃત્યુ પામે. કહાથના કુળોએ મુલાકાત મંડપમાંથી વસ્તુઓ ઉપાડવાનું પવિત્રકાર્ય કરવાનું છે.
2 શમએલ 6:3
દાઉદના માંણસોએ ટેકરી પર આવેલા અબીનાદાબના ઘરમાંથી દેવનો પવિત્રકોશ લઈને નવા ગાડામાં મૂક્યો. અબીનાદાબના પુત્રો ઉઝઝાહ અને આહયો ગાડાઁને હાંકતા હતા.