“અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને લાકડી વડે માંરે અને તેનું મૃત્યુ થાય, તે તો ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.
Cross references
ત્યારે યહોવાએ કાઈનને કહ્યું, “હું એમ થવા દઈશ નહિ. જો કોઈ તને માંરશે તો હું તે માંણસને સાતગણી કડક શિક્ષા કરીશ.” પછી યહોવાએ કાઈન પર એક નિશાન બનાવ્યું. એ નિશાન એમ દર્શાવતું હતું કે, કાઈનને કોઈ માંરે નહિ.
કાઈનની હત્યાનો દંડ ઘણો ભારે હતો. તેથી માંરી હત્યાનો દંડ પણ તેનાથી વધારેને વધારે ભારે હશે. જો કાઇનનું વેર સાતગણું લેવાશે, તો લામેખનું જરૂર સિત્તોતેરગણું લેવાશે.”
“દેવે મનુષ્યને પોતાના સ્વરૂપમાં બનાવ્યો છે તેથી જો કોઈ માંણસનું લોહી રેડશે, તો તેનું લોહી માંણસ રેડશે.
“અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને આંખ પર માંરીને તે ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેમને છૂટાં કરી દેવા.
મોતનો બદલો લેનાર, ખૂનીને મળે ત્યારે તે પોતે જ તેને માંરી નાખે.
“મનુષ્યવધ કરનારને એકથી વધુ સાક્ષીઓના પુરાવાને આધારે જ ખૂની ઠરાવીને દેહાતદંડની સજા કરી શકાય. ફકત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માંટે પૂરતો ગણાય નહિ.
“ખોટી સાક્ષી આપનાર વ્યકિતના પ્રતિ તમાંરે જરાય દયા દર્શાવવી નહિ. જીવને બદલે જીવ, આંખને બદલે આંખ, દાંતને બદલે દાત, હાથને બદલેે હાથ અને પગને બદલે પગ લેવો. આવા કિસ્સાઓમાં તમાંરા લોકો માંટે આ નિયમ છે.
ગુલામોને એકલા શબ્દથી સુધારી ન શકાય, કારણ, તે સમજશે તો પણ ગણકારશે નહિ.
લોકો પૂછે છે કે, “યહોવા, તમે જો જોતા જ ન હોય તો પછી અમે ઉપવાસ શા માટે કરીએ? તું જો ધ્યાન જ ન આપતો હોય તો અમે શા માટે અમારી જાતને નમાવીએ?”પરંતુ યહોવા તેમને કહે છે, “તમે ઉપવાસ કરો છો ત્યારે પણ તમે તમારી મરજી મુજબ કરો છો અને તમારા મજૂરો ને ત્રાસ આપો છો.
શાસક તો દેવનો સેવક છે. જે તમને મદદ કરે છે. પરંતુ જો તમે કઈક ખોટું કરશો તો તમારે ડરવું પડશે. શાસક પાસે શિક્ષા કરવાની સત્તા હોય છે, અને તે એ સત્તાનો ઉપયોગ કરશે. ખોટાં કામો કરનાર લોકોને સજા કરતો અધિકારી દેવનો સેવક છે.