Home Bibles ☰ Books નિર્ગમન 21:26 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 21:26 · ગુજરાતી બાઇબલ

“અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને આંખ પર માંરીને તે ફોડી નાખે, તો તેણે આંખની નુકસાનીના બદલામાં તેમને છૂટાં કરી દેવા.

Cross references

નિર્ગમન 21:20

“અને જો કોઈ વ્યક્તિ પોતાના દાસ કે દાસીને લાકડી વડે માંરે અને તેનું મૃત્યુ થાય, તે તો ગુનેગાર ગણાય અને સજાપાત્ર બને.

નિર્ગમન 21:24

આંખને બદલે આંખ, દાંતને બદલે દાંત, હાથને બદલે હાથ, પગને બદલે પગ.

પુનર્નિયમ 16:19

તેમણે ન્યાયના કામમાં ઘાલમેલ કરવી નહિ. કોઈની શરમમાં ખેંચાવું નહિ, લાંચ લેવી નહિ, કારણ લાંચ શૅંણા મૅંણસને પણ અંધ બનાવી દે છે. અને ન્યાયી મૅંણસ પાસે પણ ખોટા ચુકાદા અપાવે છે.

નહેમ્યા 5:5

અને જોકે અમે અને અમારા સગાંવહાંલા સરખાંજ રકતમાંસના બનેલા છીએ અને અમારાં બાળકો તેમના જેવાઁ જ છે, તેમ છતાં અમારે અમારાં પુત્રપુત્રીઓને ગુલામ તરીકે વેચવા પડે છે. અને અમારી કેટલીક પુત્રીઓ પર બળાત્કાર પણ થયો છે. અમે તદૃન નિરુપાય છીએ; કારણકે બીજા લોકો અમારાં ખેતરો તથા દ્રાક્ષાવાડીઓના માલિક બની બેઠાં છે.”

અયૂબ 31:13

મેં મારા કર્મચારીઓનો હક કદી ડૂબાડી દીધો નથી.

ગીતશાસ્ત્ર 9:12

કારણ જે ન્યાય શોધતા હોય છે તેઓને તે યાદ રાખે છે. તેઓ રૂદન કરતા ગરીબ લોકોને મદદ કરવાનું ભુલતાં નથી.

ગીતશાસ્ત્ર 10:14

હે યહોવા, તેઓ જે કાંઇ કરી રહ્યાં છે તે તમે જુઓ છો. તેમના દુષ્ટ આચરણની નોંધ તમે લીધી છે, તેઓની નજરમાં હંમેશા ઉપદ્રવ અને ઇર્ષા હોય છે. તમે તો અનાથનાં બેલી છો, હવે તેઓને શિક્ષા કરો, હે યહોવા, ગરીબ માણસની દ્રૃષ્ટિ મદદ માટે તમારા પર જ છે તમે લોકોમાં, નિરાધારની સહાય માટે જાણીતા છો.

ગીતશાસ્ત્ર 10:18

અનાથ તથા ત્રસ્ત, લોકોનો ન્યાય કરો જેથી પૃથ્વીનો કોઇ પણ માણસ તેમના દમનનો ભોગ બનનારા લોકોને હવે પછી ડરાવે કે ત્રાસ આપે નહિ.

ગીતશાસ્ત્ર 72:12

કારણકે તે ગરીબ અને જરુરીયાતવાળા લોકોને બચાવે છે જે તેમને મદદ માટે પોકારે છે, પણ જેમનો કોઇ મદદગાર નથી, તેમને તે બચાવે છે.

નીતિવચનો 22:22

ગરીબને લૂંટીશ નહિ, કારણ કે તે ગરીબ છે, તેમજ ગરીબને ન્યાયાલયમાં હેરાન કરીશ નહિ.

એફેસીઓને પત્ર 6:9

માલિકો, એ જ રીતે તમે તમારા દાસો પ્રત્યે ભલું વર્તન રાખો. ધમકીનો ઉપયોગ બંધ કરો. યાદ રાખો તે એક જે તમારો અને તેઓનો પણ ધણી છે તે આકાશમાં છે. અને ધણી (દેવ) દરેક વ્યક્તિનો એક સરખો ન્યાય કરે છે.

કલોસ્સીઓને પત્ર 4:1

ઘણીઓ, જે બાબતો તમારા સેવકો માટે સુંદર અને ન્યાયી હોય તે તેમને આપો. યાદ રાખો કે આકાશમાં તમારો પણ ઘણી છે.

Interlinear

Choose Theme