Home Bibles ☰ Books નિર્ગમન 18:12 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 18:12 · ગુજરાતી બાઇબલ

પછી મૂસાના સસરા યિથ્રોએ દેવને યજ્ઞો અને દહનાર્પણો ચઢાવ્યાં, અને હારુન ઇસ્રાએલના સર્વ વડીલોને સાથે લઈને દેવ સમક્ષ મૂસાના સસરા સાથે રોટલી ખાવાને માંટે આવ્યો.

Cross references

ઊત્પત્તિ 4:4

હાબેલ પોતાના સૌથી શ્રેષ્ઠ ઘેટાં અને બકરાંનાં પહેલાં બચ્ચાં તેમની ચરબી સાથે લાવ્યો.યહોવાએ હાબેલ અને તેના અર્પણોનો સ્વીકાર કર્યો.

ઊત્પત્તિ 8:20

પછી નૂહે યહોવા માંટે એક વેદી બાંધી. તેણે કેટલાંક શુદ્ધ પક્ષીઓ અને કેટલાંક શુદ્ધ પ્રાણીઓમાંથી અમુક અમુક લઈને વેદી પર આહુતિ આપી.

ઊત્પત્તિ 12:7

યહોવાએ ઇબ્રામને દર્શન આપીને કહ્યું કે, “હું આ દેશ તારા વંશજોને આપીશ.”આથી યહોવા ઇબ્રામ સામે જે જગ્યાએ પ્રગટ થયો તે જગ્યાએ ઇબ્રામે યહોવાની ઉપાસના માંટે એક વેદી બંધાવી.

ઊત્પત્તિ 26:25

એથી ઇસહાકે તે સ્થળે એક વેદી બનાવડાવી અને યહોવાના નામે પ્રાર્થના કરી. ઇસહાકે ત્યાં મુકામ કર્યો, અને ત્યાં તેના નોકરોએ એક કૂવો ખોધ્યો.

ઊત્પત્તિ 26:30

તેથી ઇસહાકે તેઓને મિજબાની આપી. બધાએ ખાધું ને પીધું.

ઊત્પત્તિ 31:54

પછી યાકૂબે એક પશુનો વધ કરી અને પહાડ પર યજ્ઞના રૂપમાં ભેટ ધરીને પોતાના માંણસોને ભોજન કરવા માંટે બોલાવ્યા. ભોજન કર્યા પછી તેઓએ પહાડ પર રાત વિતાવી.

ઊત્પત્તિ 43:25

બપોર સુધીમાં યૂસફના આવતા પહેલાં તેઓએ ભેટો તૈયાર કરી; અને યૂસફ જમવા આવે તેની રાહ જોવા લાગ્યા, કારણ કે ત્યાં તેઓએ જમવાનું છે એમ તેમને ખબર હતી.

નિર્ગમન 2:20

એટલે પછી તેણે પોતાની પુત્રીઓને પૂછયું, “તે કયાં છે? અને તમે તેને મૂકીને શા માંટે આવ્યાં? જાઓ, તેને જમવા માંટે બોલાવી લાવો.”

નિર્ગમન 24:5

પછી તેણે કેટલાક ઇસ્રાએલી નવયુવાનોને યજ્ઞો અર્પવા મોકલ્યા. અને તેમણે યહોવાને દહનાર્પણ અને શાંત્યર્પણ તરીકે બળદો અર્પણ કર્યા.

નિર્ગમન 24:11

ઇસ્રાએલના બધા આગેવાનોએ દેવનું આ દ્રશ્ય જોયું, પણ યહોવાએ તેમનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.

લેવીય 7:11

“યહોવાને ચઢાવવામાં આવતા શાંત્યર્પણો યજ્ઞો માંટે આ પ્રમાંણેના નિયમ છે.

પુનર્નિયમ 12:7

યહોવા તમાંરા દેવની હાજરીમાં તમે અને તમાંરા પરિવારોએ સાથે આનંદ માંણવો તમાંરા પરિશ્રમનાં ફળોથી સુખી રહો અને દેવે તમને જે બધાંથી આશીર્વાદીત કર્યા છે તેનાથી આનંદ માંણવો.

પુનર્નિયમ 27:7

યજ્ઞો અને શાંત્યર્પણો કરો અને તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદથી ખાવુ.

2 શમએલ 9:7

ત્યારે દાઉદે કહ્યું, “ગભરાઈશ નહિ, તારા પિતા યોનાથાનને કારણે હું તારા ઉપર કૃપા કરીશ. હું તને તારા દાદા શાઉલની બધી જમીન સોંપી દઈશ; અને તું રોજ માંરી સાથે ભોજન કરજે.”

Interlinear

Choose Theme