Home Bibles 1 કરિંથીઓને 10:21 · ગુજરાતી બાઇબલ
1 કરિંથીઓને 10:21 · ગુજરાતી બાઇબલ

તમે પ્રભુના પ્યાલા સાથે ભૂતપિશાચોનો પ્યાલો પી શક્તા નથી. તમે પ્રભુના તેમ જ ભૂતપિશાચોના મેજના સહભાગી થઈ શકો નહિ.

Cross references

પુનર્નિયમ 32:37

યહોવા તે સમયે લોકોને, પૂછશે કે ‘તેઓના દેવો કયાં છે? જેમને બળવાન તારણહાર ખડક માંન્યા હતા, તે તમાંરા દેવો કયાં છે?

1 રાજઓ 18:21

એલિયાએ આગળ આવીને લોકોને કહ્યું, “તમે કેટલો વખત અને ક્યાં સુધી તમે બે અભિપ્રાયની વચ્ચે ફર્યા કરશો? જો યહોવા દેવ હોય, તો તેની પૂજા કરો, જો બઆલ દેવ હોય તો તેની પૂજા કરો.”પણ કોઈ એક અક્ષરે બોલ્યું નહિ.

યશાયા 65:11

“પરંતુ તમે મારો ત્યાગ કરનારા છો, મારા પવિત્ર પર્વત સિયોનને ભૂલી ગયા છો, ભાગ્યદેવતાઓને થાળ ધરાવો છો અને એમને જાતજાતનાં દ્રાક્ષારસની પ્યાલીનું નૈવેદ્ય ચઢાવો છો;

માથ્થી 6:24

“કોઈપણ વ્યક્તિ એક સાથે બે ઘણીની સેવા કરી શકે નહિ. તે એકને પ્રેમ કરે તો બીજાને તિરસ્કાર કરે અથવા એક ઘણીને સમર્પિત બનશે અને બીજાને અનુસરવાની ના પાડશે. તમે એક સાથે ધન અને દેવની સેવા કરી શકો નહિ.

1 કરિંથીઓને 8:10

તમારી પાસે સમજશક્તિ છે, તેથી મૂર્તિના મંદિરમાં તમે છૂટથી ખાઈ શકાય એમ વિચારો પણ જે વ્યક્તિ વિશ્વાસમાં નિર્બળ છે તે તમને ત્યાં ખાતા જુએ તો તે કાર્ય તેને પણ મૂર્તિઓના નૈવેદમાં બલિનું માંસ ખાવા માટે પ્રોત્સાહિત કરશે. પરંતુ ખરેખર તે માને છે કે તે અનુચિત છે.

1 કરિંથીઓને 10:16

આશીર્વાદનો પ્યાલો કે જેને માટે આપણે આભારી છીએ, તે ખ્રિસ્તના રક્તના સહભાગી થવા માટે છે, ખરુંને? અને રોટલી કે જે આપણે તોડીએ છે તે ખ્રિસ્તના શરીરના સહભાગી થવા માટે છે, ખરુંને?

2 કરિંથીઓને 6:15

ખ્રિસ્ત અને શેતાન વચ્ચે કોઈ કરાર કેવી રીતે હોઈ શકે? વિશ્વાસીને અવિશ્વાસી સાથે શો ભાગ હોય?

Interlinear

Choose Theme