સાત દિવસ સુધી તમાંરા ઘરમાં ખમીર હોવું જોઈએ નહિ. જો કોઈ વ્યક્તિ ખમીરવાળી વસ્તુ ખાશે તો તેનો ઇસ્રાએલી સમાંજમાંથી બહિષ્કાર કરવામાં આવશે. પછી તે દેશનો વતની હોય કે વિદેશનો હોય.
Cross references
“આ પવિત્ર પર્વના સાત દિવસો સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. આ પવિત્ર પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર હઠાવી દેવું. અને જો કોઈ વ્યક્તિ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇસ્રાએલથી જુદો કરવામાં આવશે.
પછી યહોવાએ મૂસાને અને હારુનને કહ્યું, “આ પાસ્ખાનો વિધિ છે. કોઈ પણ વિદેશી પાસ્ખાનું ખાઈ શકે નહિ.
પણ કોઈ વિદેશી તમાંરી સાથે રહેતો હોય અને તે જો તમાંરી પાસે યહોવાના માંનમાં પાસ્ખાપર્વ પાળવા માંગતો હોય તો તે તેના પરિવારના બધા પુરુષોની સુન્નત કરાવ્યા પછી તે પર્વમાં જોડાઈ શકે; તેને દેશનો જ વતની માંનવો. પરંતુ સુન્નત કરાવ્યા વિનાના કોઈ પણ માંણસે તે ખાવું નહિ.
પહેલી રજા આબીબ મહિનામાં બેખમીર રોટલીના ઉત્સવની હશે. તે વખતે સાત દિવસ માંરી આજ્ઞા મુજબ તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. કારણ કે, એ મહિનામાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા, અને કોઈએ માંરી પાસે ખાલી હાથે આવવું નહિ.
જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે તેને સમાંજમાંથી જુદો કરવામાં આવે.”
“મેં તમને આજ્ઞા કરી છે તે મૂજબ સાત દિવસ સુધી તમાંરે આબીબ મહિનામાં નક્કી કરેલ સમયે ખમીર વગરની રોટલી ખાવી. અને તમાંરે ખમીર વગરની રોટલીનો ઉત્સવ પાળવો; કારણ કે આબીબ મહિનામાં તમે મિસર દેશમાંથી બહાર નીકળ્યા હતા.
પરંતુ જો કોઈ વ્યક્તિ અશુદ્ધ ના હોય તે લાંબા પ્રવાસમાં હોય અને પાસ્ખાનું પાલન ન કરે, તો તેને તેના લોકોથી જુદો કરવો. કારણ, એણે નિયત સમયે યહોવાને બલિદાન અર્પણ નથી કર્યુ, તેથી તે દોષિત ગણાય અને એનું પાપ એણે ભોગવવું જ જોઈએ.
તમાંરે એના પ્રસાદ સાથે બેખમીર રોટલી ખાવી. મિસરમાંથી તમે નાસી છૂટયા ત્યારે જે રોટલી ખાધી હતી તેની સ્મૃતિમાં તમે સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાઓ. કારણ કે, તમાંરે મિસરમાંથી બહુ ઉતાવળમાં નીકળવું પડયું હતું અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે જે દિવસે બહાર આવ્યા તેની સ્મૃતિ જીવનભર તાજી રાખશો.
તમામ જૂના ખમીરને બહાર કાઢી લો, જેથી કરીને તમે તદન નવા જ લોંદારૂપ બની જાવ. તમે ખરેખર પાસ્ખા ભોજનની બેખમીર રોટલીછો. હા, ખ્રિસ્ત આપણાં પાસ્ખાયજ્ઞને ક્યારનો ય મારી નાખવામાં આવ્યો છે.