Home Bibles ☰ Books નિર્ગમન 34:18 · ગુજરાતી બાઇબલ
નિર્ગમન 34:18 · ગુજરાતી બાઇબલ

“મેં તમને આજ્ઞા કરી છે તે મૂજબ સાત દિવસ સુધી તમાંરે આબીબ મહિનામાં નક્કી કરેલ સમયે ખમીર વગરની રોટલી ખાવી. અને તમાંરે ખમીર વગરની રોટલીનો ઉત્સવ પાળવો; કારણ કે આબીબ મહિનામાં તમે મિસર દેશમાંથી બહાર નીકળ્યા હતા.

Cross references

નિર્ગમન 12:2

“તમાંરા લોકો માંટે આ મહિનો વર્ષનો પહેલો મહિનો ગણાશે.

નિર્ગમન 12:15

“આ પવિત્ર પર્વના સાત દિવસો સુધી તમાંરે બેખમીર રોટલી ખાવી. આ પવિત્ર પર્વના પહેલે દિવસે પોતપોતાના ઘરોમાંથી બધું જ ખમીર હઠાવી દેવું. અને જો કોઈ વ્યક્તિ આ સાત દિવસ સુધી ખમીરવાળી રોટલી ખાય તો તેને ઇસ્રાએલથી જુદો કરવામાં આવશે.

નિર્ગમન 13:3

મૂસાએ લોકોને કહ્યું, “તમે આ દિવસને યાદ રાખજો, જે દિવસે તમે મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર નીકળ્યા છો, યહોવાએ પોતાના બાહુબળથી બહાર લાવ્યા છે, તેથી કોઈ પણ ખમીરવાળી વસ્તુ ખાશો નહિ.

નિર્ગમન 13:4

આજે તમે આબીબ મહિનામાં નીકળ્યાં છો.

નિર્ગમન 13:6

“સાત દિવસ સુધી તમે ખમીર વગરની રોટલી ખાજો. સાતમે દિવસે એક મોટો ભોજન સમાંરંભ થશે, એ ઉત્સવ યહોવાના સન્માંનમાં યોજાશે.

નિર્ગમન 23:14

“પ્રતિવર્ષ તમાંરે માંરો ઉત્સવ ત્રણ વાર ઊજવવો, આ રજાઓમાં, તમાંરે માંરી ખાસ જગ્યાએ માંરી ઉપાસના કરવા આવવું.

નિર્ગમન 23:15

પહેલી રજા આબીબ મહિનામાં બેખમીર રોટલીના ઉત્સવની હશે. તે વખતે સાત દિવસ માંરી આજ્ઞા મુજબ તમાંરે ખમીર વગરની રોટલી ખાવી. કારણ કે, એ મહિનામાં તમે મિસરમાંથી બહાર આવ્યા હતા, અને કોઈએ માંરી પાસે ખાલી હાથે આવવું નહિ.

લેવીય 23:6

“એ મહિનામાં પંદરમાં દિવસથી બેખમીર રોટલીનો ઉત્સવ શરુ થાય છે. સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની રોટલી ખાવી.

પુનર્નિયમ 16:1

“આબીબના મહિનામાં યહોવા તમાંરા દેવના માંનમાં પાસ્ખાપર્વને ઊજવવાનું હંમેશા યાદ રાખશો. કારણ કે, એ મહિનામાં તમાંરા દેવ યહોવા તમને રાતોરાત મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.

માર્ક 14:1

પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વનાફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે.

લૂક 22:1

હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે તેનો લગભગ સમય હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 12:3

હેરોદે જોયું કે યહૂદિઓને આ ગમે છે તેથી તેણે પિતરને પણ પકડવાનો નિર્ણય કર્યો. (પાસ્ખા પર્વના યહૂદિઓના બેખમીર રોટલીના પવિત્ર સમય દરમ્યાન આ બન્યું.)

Interlinear

Choose Theme