નિર્ગમન 8:3 · ગુજરાતી બાઇબલ
નાઈલ નદી દેડકાંઓથી ભરાઈ જશે. તે નદીમાંથી નીકળીને તમાંરાં ઘરોમાં, તમાંરા શયનખંડમાં, તમાંરા પલંગ ઉપર, તમાંરા અમલદારોના તથા તમાંરી પ્રજાનાં ઘરોમાં, તેમના રસોડામાં અને તેમના પાણીના ઘડાઓમાં ચઢી આવશે.
Cross references
નિર્ગમન 7:11
ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ તેમની મેલી વિધા વડે હારુનના જેવો ચમત્કાર કરી બતાવ્યો.
નિર્ગમન 8:11
દેડકાં તમાંરી આગળથી અને તમાંરા ઘરોમાંથી અને તમાંરા અમલદારો તેમજ પ્રજા આગળથી ચાલ્યા જશે, અને માંત્ર નાઈલ નદીમાં જ રહેશે.”
નિર્ગમન 12:34
ઇસ્રાએલના લોકો પાસે રોટલીના લોટમાં ખમીર નાખવા જેટલો પણ સમય ન હતો, તેથી તે લોકોએ આથો ચડયા વગરનો જ લોટ અને કથરોટ ચાદરમાં બાંધીને ખભે લઈ લીધું.
ગીતશાસ્ત્ર 105:30
પછી દેશ પર અસંખ્ય દેડકા ચઢી આવ્યાં; તે રાજાનાં ખાનગી ઓરડામાં ઘૂસી ગયાં.