Home Bibles ☰ Books પુનર્નિયમ 32:8 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 32:8 · ગુજરાતી બાઇબલ

પરાત્પર યહોવાએ પૃથ્વી પર, પ્રજાઓને વિભાજીત કર્યા, પ્રત્યેકને ભૂમિ વહેંચીને બાંધી આપી, સરહદ દેવદૂતોની સંખ્યા સમ પ્રજાઓને સ્થાપી.

Cross references

ઊત્પત્તિ 10:5

ભૂમધ્ય-સમુદ્રની ચારે બાજુ અને તેના કાંઠા પ્રદેશમાં અને ટાપુઓમાં રહેનારા લોકો યાફેથના વંશજો જ હતા. પ્રત્યેક પુત્રને પોતાની ભૂમિ હતી. બધા પરિવારોનો વિકાસ થયો અને જુદા રાષ્ટો બની ગયાં. પ્રત્યેક રાષ્ટને પોતાની ભાષા હતી.

ઊત્પત્તિ 10:15

કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા.

ઊત્પત્તિ 10:25

હેબેરને બે પુત્રો હતા, એકનું નામ પેલેગ હતું, કારણ એના સમયમાં પૃથ્વીના લોકોમાં ભાગલા પડયા. એના ભાઈનું નામ યોકટાન હતું.

ઊત્પત્તિ 11:8

આથી યહોવાએ તે લોકોને તે જગ્યાએથી આખી પૃથ્વી પર વિખેરી નાખ્યા, અને તે લોકોએ શહેર બાંધવાનું છોડી દીધું.

ઊત્પત્તિ 15:18

આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ -

ગણના 24:16

દેવના શબ્દો સાંભળનારની, જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.

1 કાળવ્રત્તાંત 16:18

તેણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ.” તે તારી પોતાની જ માલિકીની ભૂમિ બની રહેનાર છે.”

અયૂબ 15:19

એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી. કોઇ વિદેશીઓ તેઓની ભૂમિમાથી પસાર થતા નહિ. તેઓ જે તેમના પિતાઓ પાસે શીખ્યા તેમાંથી કાઇ પણ છૂપાવ્યું નથી. તેઓએ જ આ ડહાપણ ભરેલી શિખામણ આપેલી છે.

ગીતશાસ્ત્ર 7:17

હું યહોવાનો આભાર માનું છું, અને તેમની પ્રશંસા કરું છુ. કારણ, તે ન્યાયી છે. હું પરાત્પર યહોવાના નામને સન્માનવા સ્તોત્ર ગાઇશ.

ગીતશાસ્ત્ર 50:14

તેથી દેવ માટેના આભાર સ્તુતિનાં અર્પણો લઇ આવો અને પરાત્પર તમે આપેલા વચનો પરિપૂર્ણ કરો.

ગીતશાસ્ત્ર 82:6

મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.

ગીતશાસ્ત્ર 91:1

પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.

ગીતશાસ્ત્ર 92:8

પણ, હે યહોવા, તમે સર્વકાળનાં પરાત્પર દેવ છો.

ગીતશાસ્ત્ર 115:16

આકાશો તે યહોવાનાઁ પોતાના છે, પણ પૃથ્વી તેણે માણસોને આપી છે.

Interlinear

Choose Theme