Home Bibles ઊત્પત્તિ 10:25 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 10:25 · ગુજરાતી બાઇબલ

હેબેરને બે પુત્રો હતા, એકનું નામ પેલેગ હતું, કારણ એના સમયમાં પૃથ્વીના લોકોમાં ભાગલા પડયા. એના ભાઈનું નામ યોકટાન હતું.

Cross references

ઊત્પત્તિ 10:5

ભૂમધ્ય-સમુદ્રની ચારે બાજુ અને તેના કાંઠા પ્રદેશમાં અને ટાપુઓમાં રહેનારા લોકો યાફેથના વંશજો જ હતા. પ્રત્યેક પુત્રને પોતાની ભૂમિ હતી. બધા પરિવારોનો વિકાસ થયો અને જુદા રાષ્ટો બની ગયાં. પ્રત્યેક રાષ્ટને પોતાની ભાષા હતી.

ઊત્પત્તિ 10:21

યાફેથનો મોટો ભાઈ શેમ હતો. શેમનો એક વંશજ હેબેર હિબ્રૂ લોકોનો પિતા હતો.

ઊત્પત્તિ 10:32

એમના રાષ્ટો પ્રમાંણે, નૂહમાંથી ઊતરી આવેલા આ લોકો છે. વિનાશક જળપ્રલય પછી પૃથ્વીની બધી પ્રજાઓ નૂહના વંશજોમાંથી ઊતરી આવેલી છે.

ઊત્પત્તિ 11:16

જયારે હેબર 34 વર્ષનો હતો, ત્યારે તેને ત્યાં પેલેગનો જન્મ થયો.

પુનર્નિયમ 32:8

પરાત્પર યહોવાએ પૃથ્વી પર, પ્રજાઓને વિભાજીત કર્યા, પ્રત્યેકને ભૂમિ વહેંચીને બાંધી આપી, સરહદ દેવદૂતોની સંખ્યા સમ પ્રજાઓને સ્થાપી.

1 કાળવ્રત્તાંત 1:19

એબેરને બે પુત્રો હતા; એકનું નામ પેલેગ હતું, કારણ તેના દિવસોમાં પૃથ્વીના લોકોમાં વિભાજન થયું હતું; એના ભાઈનું નામ યોકટાન

અયૂબ 15:19

એકલા આપણા પિતૃઓનેજ તેઓની પોતાની ભૂમિ આપવામાં આવી હતી. કોઇ વિદેશીઓ તેઓની ભૂમિમાથી પસાર થતા નહિ. તેઓ જે તેમના પિતાઓ પાસે શીખ્યા તેમાંથી કાઇ પણ છૂપાવ્યું નથી. તેઓએ જ આ ડહાપણ ભરેલી શિખામણ આપેલી છે.

લૂક 3:35

સરૂગનો દીકરો નાહોર હતો.રયૂનો દીકરો સરૂગ હતો.પેલેગનો દીકરો રયૂ હતો.એબરનો દીકરો પેલેગ હતો.શેલાનો દીકરો એબર હતો.

પ્રેરિતોનાં ક્રત્યો 17:26

દેવે એક માણસ (આદમ) બનાવીને શરુંઆત કરી. તેનાથી દેવે બધા વિવિધ લોકો બનાવ્યા. દેવે તેને વિશ્વમાં દરેક સ્થળે રહેતો કર્યો. દેવે ચોકસાઈપૂર્વક નિર્ણય કર્યો. તેઓએ ક્યાં અને ક્યારે રહેવું જોઈએ.

Interlinear

Choose Theme