Home Bibles ઊત્પત્તિ 10:15 · ગુજરાતી બાઇબલ
ઊત્પત્તિ 10:15 · ગુજરાતી બાઇબલ

કનાનને બે પુત્ર થયા: સૌથી મોટો સિદોન અને બીજો હેથ, તેઓ એ નામે ઓળખાતી પ્રજાઓના પૂર્વજો હતા.

Cross references

ઊત્પત્તિ 15:18

આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ -

ઊત્પત્તિ 23:3

પછી તે મૃત પત્નીને ત્યાં છોડી તે હિત્તી લોકો સાથે વાત કરવા ગયો. તેણે કહ્યું

ઊત્પત્તિ 28:3

હું પ્રાર્થના કરું છું કે, સર્વસમર્થ દેવ તને આશીર્વાદ આપો અને તમને ઘણા પુત્રો આપે. અને તારો વંશવેલો એટલો વધારો કે, તારામાંથી અનેક પ્રજાઓ પેદા થાય.

ઊત્પત્તિ 49:13

“ઝબુલોન દરિયાકાંઠે રહેશે જે વહાણોનું બંદર બનશે. અને તેની સીમાં છેક સિદોન સુધી પહોંચશે.”

નિર્ગમન 3:8

હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.

નિર્ગમન 34:11

કરારનો તારો ભાગ આ છે કે તું માંરી સર્વ આજ્ઞાઓને આધીન થા. પછી હું તમાંરી વચ્ચેથી અમોરી, કનાની, હિત્તી, પરિઝઝી, હિવ્વી અને યબૂસી લોકોને હાંકી કાઢીશ.

ગણના 34:2

“ઇસ્રાએલીઓને તું આ પ્રમાંણે આજ્ઞા કર: હવે તમે કનાનના પ્રદેશમાં દાખલ થશો, તમાંરા તાબામાં આવનાર એ પ્રદેશની સરહદ આ પ્રમાંણે છે:

યહોશુઆ 11:8

યહોવાએ એ લોકોને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ તેમને હરાવ્યા અને ઉત્તર તરફ છેક મહાનગર સિદોન અને પૂર્વમાં મિસ્રેફોથ-માંઈમ સુધી અને પૂર્વ તરફ ઠેઠ મિસ્પેહની ખીણ સુધી તેમને ભાગતાં કર્યાં બધાં શત્રુઓ મરી ગયાં ત્યાં સુધી ઇસ્રાએલીઓએ લડવાનું ચાલું રાખ્યું.

યહોશુઆ 12:8

આ વિસ્તારમાં યર્દનની ખીણમાં, પૂર્વીય ઢોળાવોમાં, પર્વતીય પ્રદેશોમાં, પશ્ચિમી ટેકરીઓમાં, અરણ્ય પ્રદેશમાં, નેગેબમાં. આ ભૂમિમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ તથાયબૂસીઓ રહેતા હતા.

1 શમુએલ 26:6

દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?”અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”

2 શમએલ 11:3

તે સ્ત્રી કોણ હતી તે તેને જાણવું હતુ; તેણે તેના માંણસને મોકલ્યા, તો જાણવા મળ્યું કે, “તે એલીઆમની પુત્રી અને ઊરિયા હિત્તીની પત્ની બાથ-શેબા હતી.”

2 શમએલ 24:6

પછી તેઓ ગિલયાદ ગયા અને છેક નીચે તાહતીમ હોદશી ગયા. ત્યાર પછી તેઓ ઉત્તર તરફ દાન યાઆન થઇને સિદોન ગોળ ફરીને આવ્યા.

1 કાળવ્રત્તાંત 1:13

કનાનના પુત્રો: સિદોન જ્યેષ્ઠ પુત્ર અને હેથ.

યશાયા 23:4

તમે જરા શરમાઓ, હે સિદોનનગરી હતાશ સાગરકાંઠાનો દુર્ગ થઇને પોકારી ઊઠે છે કે,“હું એવી સ્રી જેવી છું કે, જેણે ક્યારેય બાળકને જન્મ આપ્યો નથી અને જેણે છોકરાઓ મોટા કર્યા નથી કે છોકરીઓને ઉછેરી નથી.”

યર્મિયાનો વિલાપ 27:8

તારાં હલેસાં મારનારા સિદોન અને આર્વાદના રહેવાસીઓ હતાં. તારા પોતાના કુશળ માણસો તારા ખલાસીઓ હતા.

Interlinear

Choose Theme