Home Bibles પુનર્નિયમ 26:15 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 26:15 · ગુજરાતી બાઇબલ

તમાંરા પવિત્રધામ સ્વર્ગમાંથી નીચે જુઓ, અને તમાંરી ઇસ્રાએલી પ્રજા ઉપર, તેમ જ અમાંરા પિતૃઓને વચન આપ્યા પ્રમાંણે તમે અમને દૂધ અને મધથી છલકાતો જે દેશ આપ્યો છે તેના ઉપર આશીર્વાદ વરસાવો.’

Cross references

પુનર્નિયમ 1:8

જુઓ, એ સમગ્ર પ્રદેશ હું તમને સોંપી દઉ છું; તમાંરા પૂર્વજો ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને તથા તેમના વંશજોને યહોવાએ જે દેશ આપવાનું વચન આપ્યું હતું, તે પ્રદેશમાં તમે જાઓ અને તેનો કબજો મેળવો.’

પુનર્નિયમ 6:3

હે ઇસ્રાએલી પ્રજાજનો, જો તમે ધ્યાનથી સાંભળશો અને કાળજીપૂર્વક એનું પાલન કરશો, તો તમાંરા પિતૃઓના દેવ યહોવાએ આપેલા વચન પ્રમાંણે જયાં દૂધ અને મધની રેલછેલ છે એવા દેશમાં તમે સુખી થશો અને તમાંરો વંશવેલો ખૂબ વધશે. અને તમે એક મહાન પ્રજા બની રહેશો.

પુનર્નિયમ 26:7

ત્યારે અમે અમાંરા યહોવા દેવને પોકાર કર્યો. તેમણે અમાંરો સાદ સાંભળ્યો અને અમાંરાં દુ:ખો, મુશ્કેલીઓ અને સતામણી જોયા;

1 રાજઓ 8:27

“પરંતુ ઓ! દેવ! શું એ શકય છે કે તમે સાચે જ આ પૃથ્વી પર રહેશો? કારણ કે આકાશ, અરે! ઉંચામાંઉંચા સ્વગોર્, પણ તમને ધારણ કરી શકે તેમ નથી, તો આ મંદિર જે મેં બંધાવેલું છે તેની શી વિસાત?

1 રાજઓ 8:43

ત્યારે તમે તમાંરા ધામ આકાશમાંથી તે સાંભળજો, અને તે વિદેશી જે કંઈ માંગે તે બધું આપજો, જેથી આખી પૃથ્વીમાં લોકો તમાંરું નામ જાણવા પામે અને તમાંરા લોકો ઇસ્રાએલીઓની જેમ તમને અનુસરે અને તમાંરાથી ડરીને ચાલે અને જાણે કે મેં બધાંવેલું આ મંદિર તમને અર્પણ કરેલું છે.

ગીતશાસ્ત્ર 28:9

હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો, અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.

ગીતશાસ્ત્ર 51:18

દેવ, તમે સિયોનનું ભલું કરો, અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો.

ગીતશાસ્ત્ર 80:15

તમે તમારા જમણા હાથે જેને રોપ્યો છે, અને તમે બળવાન કર્યો છે, જે દીકરાને પોતાને માટે, તેનું રક્ષણ કરો.

ગીતશાસ્ત્ર 90:17

અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો .

ગીતશાસ્ત્ર 102:19

તેઓને કહો કે; દેવે સ્વર્ગમાંથી નીચે પૃથ્વી પર દ્રૃષ્ટિ કરી છે.

ગીતશાસ્ત્ર 102:20

તે બંદીવાનોની પ્રાર્થના સાંભળશે, જેઓ મૃત્યુ માટે દોષી ઠરાવાયા હતા તેઓને મુકત કરશે.

ગીતશાસ્ત્ર 115:12

યહોવાએ આપણને સંભાર્યા છે, તે આપણને આશીર્વાદ આપશે; ઇસ્રાએલપુત્રોને અને હારુનપુત્રોને પણ તે આશીર્વાદ આપશે.

ગીતશાસ્ત્ર 137:5

હે યરૂશાલેમ, જો હું તને ભૂલી જાઉં તો એવું થાઓ, “મારો જમણો હાથ તંતુવાદ્યની કળા ભૂલી જાય.”

યશાયા 57:15

જે અનંતકાળથી ઉચ્ચ અને ઉન્નત છે, તેવા પવિત્ર દેવ આ પ્રમાણે કહે છે, “હું ઉન્નત અને પવિત્રસ્થાનમાં વસું છું, પણ જેઓ ભાંગી પડ્યા છે અને નમ્ર છે તેમની સાથે પણ હું રહું છું. નમ્ર લોકોમાં હું નવા પ્રાણ પૂરું છું અને ભાંગી પડેલાઓને ફરી બેઠા કરું છું.

યશાયા 61:1

યહોવા મારા માલિકે, તેનો આત્મા મારામાં મૂક્યો છે, કારણ, તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને દીનદુ:ખીઓને શુભસમાચાર સંભળાવવા, ભાંગેલા હૈયાના ઘા રૂઝાવવા, કેદીઓને છુટકારાની, ને બંદીવાનોને મુકિતની જાહેરાત કરવા મોકલ્યો છે.

યશાયા 63:15

હે યહોવા, ઉપર સ્વર્ગમાંથી નીચે ષ્ટિ કર, તારા ભવ્ય અને પવિત્રસ્થાનમાંથી ષ્ટિપાત કર. ક્યાં છે તારી શકિત? ક્યાં છે તારી અમારા પ્રત્યેની હૃદયની ઘેલછા? ક્યાં છે તારો ઊભરાતો પ્રેમ અને તારી દયા? એને તું અટકવતો લાગે છે!

યશાયા 66:1

યહોવા કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, અને પૃથ્વી મારી પાદપીઠ છે; તમે મારું ઘર ક્યાં બાંધશો? મારું નિવાસસ્થાન ક્યાં ઊભું કરશો?

ચર્મિયા 31:23

આ ઇસ્રાએલના દેવ, સૈન્યોનો દેવ યહોવાના વચન છે: “હું યહૂદિયાં અને તેના નગરોનું ભાગ્ય ફેરવી નાખીશ અને તેથી તેઓ ફરીથી આ વચનો ઉચ્ચારશે કે, ‘નીતિવંતોનું રહેઠાણ એવો પવિત્રપર્વત, યહોવા તમને આશીર્વાદિત કરો!’

ઝખાર્યા 2:13

યહોવા સમક્ષ સર્વ શાંત થઇ જાઓ, કારણ, તે પોતાના પવિત્ર ધામમાંથી આવી રહ્યાં છે.

માથ્થી 6:9

તેથી જ્યારે તમે પ્રાર્થના કરો ત્યારે તમારે આ પ્રમાણે પ્રાર્થના કરવી જોઈએ:‘ઓ આકાશમાંના અમારા પિતા, અમે પ્રાર્થના કરીએ કે તારું નામ હંમેશા પવિત્ર રહેવું જોઈએ.

પ્રેરિતોનાં ક્રત્યો 7:49

પૃથ્વી મારા પાદાસન માટેની જગ્યા છે. તમે મારા માટે કેવા પ્રકારનું રહેઠાણ બનાવશો? એવી કોઈ પણ જગ્યા નથી જ્યાં મને વિશ્રામની જરુંર પડે!

હિબ્રૂઓને પત્ર 6:13

દેવે ઈબ્રાહિમને વચન આપ્યું, ત્યારે પોતાના (દેવના) કરતાં કોઈ મહાન નહિ હોવાને લીધે તેણે પોતાનાં જ નામે શપથ લીધા.

Interlinear

Choose Theme