“આજે તમાંરા દેવ યહોવા તમને આ નિયમો અને કાનૂનો પાળવાની આજ્ઞા કરે છે; તમાંરે પ્રામાંણિકતાથી હૃદયપુર્વક તેમને પાળવાના છે.
Cross references
મૂસાએ લોકોને જણાવ્યું, “હે ઇસ્રાએલી પ્રજાજનો, હું તમને જે કાયદાઓ અને નિયમો શીખવું છું તે ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો; તો તમે જીવતા રહી શકશો અને તમાંરા પિતૃઓના દેવ યહોવા જે ભૂમિ તમને આપી રહ્યા છે, તેમાં પ્રવેશ કરી શકશો અને તેનો કબજો પણ તમને મળશે.
“જો તમે યહોવા તમાંરા દેવ માંટે આ બીજી ભૂમિઓમાં શોધખોળ કરશો તો તમને તે મળી જશે. પણ તમાંરે શોધ પૂર્ણ હૃદય પૂર્વક કરવી પડશે.
“તમે જે દેશનો કબજો લેવાને જઈ રહ્યા છો, ત્યાં જે આજ્ઞાઓ, કાયદાઓ અને નિયમો પાળવાનું તમને શીખવવા માંટેની આજ્ઞા તમાંરા દેવ યહોવાએ મને કહી હતી તે આ છે.
અને તમાંરે તમાંરા દેવ યહોવા પર પૂર્ણ મનથી પૂર્ણ અંત:કરણથી તથા પૂર્ણ મનોબળથી પ્રેમ રાખવો.
તમાંરા દેવ યહોવાના કાનૂનો, નિયમો અને તેમની આજ્ઞાઓનું તમાંરે ખૂબ જ કાળજીપૂર્વક પાલન કરવું.
યાદ રાખો કે તમને નમ્ર બનાવવા, તમાંરી કસોટી કરવા અને તમે તેમની આજ્ઞાઓનું પાલન કરવા માંગો છો કે કેમ, એ જાણવા માંટે તમાંરા દેવ યહોવાએ આ ચાળીસ વર્ષ સુધી તમને રણમાં ઠેર ઠેર ફેરવ્યા.
“હે ઇસ્રાએલીઓ, કાળજીપૂર્વક સાંભળો. યહોવા તમાંરા દેવ તમાંરી પાસેથી શું ઈચ્છે છે? તે ફકત તમને તેનાથી ડરવા, તેના દ્વારા બતાવાયેલા માંગેર્ ચાલવા, તેને પ્રેમ કરવા, અને તેની હૃદય અને આત્માંમાં ઊડેથી સેવા કરવા કહે છે.
“તમાંરે તમાંરા દેવ યહોવા પર વિશ્વાસ રાખવો. અને તેમના આદેશ, કાયદા, નિયમો અને આજ્ઞાઓનું સદા પાલન કરવું.
“તેથી હવે, હું આજે તમને જે કંઈ જણાવું છું તે સર્વનું તમાંરે પાલન કરવું, જેથી તમે લોકો સામે પાર જે દેશમાં જઈ રહ્યા છો તેમાં પ્રવેશ કરવાનું અને તેને કબજે કરવાનું તમને બળ પ્રાપ્ત થાય.
“તમાંરા પિતૃઓના દેવ યહોવાએ તમને સદાને માંટે વતન તરીકે જે ભૂમિ આપી છે, તેમાં તમાંરે નીચેના નિયમો તથા કાયદાઓ આજીવન પાળવાના છે.
“મેં તમને જે કંઈ આજ્ઞાઓ કરી છે તે સર્વનું પાલન કરજો. તેમાં
તો પ્રબોધક કે સ્વપ્નદૃષ્ટાનું સાંભળશો નહિ, તમાંરા દેવ યહોવા તમાંરી કસોટી કરીને એ જાણવા ઈચ્છે છે કે, તમે તેમના પર મન અને શ્રદ્ધાથી પ્રેમભાવ રાખો છો કે કેમ,
મેં તમને જે જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓને તે આજ્ઞાઓનું પાલન કરવાનું શીખવતા જાઓ અને જુઓ, જગતના અંતકાળ પર્યત સદાય હું તમારી સાથે છું.”
“જો તમે મારા પર પ્રેમ કરો છો, તો પછી હું તમને જે આજ્ઞાઓ કરું તેનું પાલન કરશો.
જો કોઈ વ્યક્તિ મારી આજ્ઞાને જાણે છે અને તે આજ્ઞાઓનું પાલન કરે છે. પછી તે માણસ ખરેખર મને પ્રેમ કરે છે અને મારા પિતા તે વ્યક્તિને પ્રેમ કરે છે જે મને પ્રેમ કરે છે અને હું તે માણસને પ્રેમ કરીશ. હું મારી જાતે તેને બતાવીશ.”
આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે દેવનાં છોકરાંઓને પણ પ્રેમ કરીએ છીએ? આપણે જાણીએ છીએ કેમ કે આપણે દેવને પ્રેમ કરીએ છીએ અને આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ.