Home Bibles ગીતશાસ્ત્ર 90:17 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 90:17 · ગુજરાતી બાઇબલ

અમારા યહોવા દેવની કૃપા અમારા પર થાઓ; અને અમને સફળતા આપો; અમારાં સર્વ કૃત્યોને તમે કાયમ માટે સ્થાપન કરો .

Cross references

અયૂબ 22:28

તારી સર્વ યોજનાઓ સફળ થશે. તારા માર્ગમાં આકાશનું તેજ ઝળહળશે.

ગીતશાસ્ત્ર 27:4

હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”

ગીતશાસ્ત્ર 50:2

સિયોનમાંથી દેવ સવોર્ચ્ચ સુંદરતા સાથે પ્રકાશે છે.

ગીતશાસ્ત્ર 68:28

હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ, તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.

ગીતશાસ્ત્ર 80:3

હે દેવ, અમને તમે ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો એટલે અમારો ઉદ્ધાર થાય.

ગીતશાસ્ત્ર 80:7

હે સૈન્યોના દેવ, અમને પાછા ફેરવો, તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો, જેથી અમારો ઉદ્ધાર થાય.

ગીતશાસ્ત્ર 110:3

તારા લોકો તારા યુદ્ધને દિવસે તારી સાથે જોડાવવા ઇચ્છશે. સવારે તેં તારા પવિત્ર વસ્રો ધારણ કરેલા છે. તારી યુવાવસ્થાનું જોર તને દોરવે છે.

ગીતશાસ્ત્ર 118:25

હે યહોવા, અમારી ઉપર દયા રાખ અને અમને તારણ આપો; હે યહોવા, અમારી પર દયા કર અને મહેરબાની કરીને અમને સફળ બનાવો.

નીતિવચનો 16:3

તમારા કામો યહોવાને સોંપી દે એટલે તમારી યોજનાઓ સફળ થશે.

યશાયા 26:12

હે યહોવા, તમે અમને મહેરબાની કરીને સુખ-શાંતિ આપો, અમારા ખોટા કાર્યો બદલ તમે અમને અત્યાર પહેલા સજા આપી દીધી છે.

1 કરિંથીઓને 3:7

તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી. અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે.

2 કરિંથીઓને 3:18

અને આપણા મુખ આચ્છાદિત નથી. આપણે સર્વ દેવનો મહિમા પ્રદર્શિત કરીએ છીએ. આપણે તેના જેવા થવા માટે પરિવર્તીત થયા છીએ. આ પરિવર્તન આપણામાં વધુ ને વધુ મહિમાનું પ્રદાન કરે છે. આ મહિમા પ્રભુ તરફથી આવે છે, જે આત્મા છે.

2 થેસ્સલોનિકીઓને 2:16

અમે પ્રાર્થીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અને દેવ આપણો બાપ તમને દિલાસો આપે અને તમારા દરેક કાર્ય અને વાણીને પ્રોત્સાહિત કરી સક્ષમ બનાવે.

1 યોહાનનો પત્ર 3:2

વ્હાલા મિત્રો, હવે આપણે દેવના છોકરા છીએ. અને ભવિષ્યમાં આપણે કેવા થઈશું તે હજી સુધી પ્રગટ થયું નથી. પણ આપણે જાણીએ છીએ કે જ્યારે ઈસુ ફરીથી આવશે ત્યારે આપણે ખ્રિસ્ત જેવા થઈશું. તે જેવો છે તેવો આપણે તેને જોઈશું.

Interlinear

Choose Theme