Home Bibles ☰ Books પુનર્નિયમ 2:37 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 2:37 · ગુજરાતી બાઇબલ

પરંતુ આમ્મોનીઓના પ્રદેશમાં-યબ્બોક ખીણની આસપાસના કે પર્વતીય પ્રદેશમાં આવેલાં ગામોમાં જયાં જયાં જવાની આપણા દેવ યહોવાએ આપણને મનાઈ કરી હતી ત્યાં ત્યાં આપણે ગયા જ નહિ.

Cross references

ઊત્પત્તિ 32:22

તે રાત્રે મોડેથી યાકૂબ ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ, અને અગિયાર બાળકોની સાથે યાબ્બોક નદીને પાર ચાલ્યો ગયો.

ગણના 21:24

પણ ઇસ્રાએલીઓએ તેમનો સંહાર કર્યો અને આર્નોનથી યાબ્બોક, આમ્મોનીઓની સરહદ સુધીનો તેમનો પ્રદેશ કબજે કરી લીધો. અહીં તેઓ અટકી ગયા; કારણ કે આમ્મોનની સરહદે રક્ષણ મજબૂત હતું.

પુનર્નિયમ 2:5

તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.

પુનર્નિયમ 2:9

“ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.”‘

પુનર્નિયમ 2:19

આમ્મોનીઓના પ્રદેશમાં પહોંચી જવાનું છે. પરંતુ તેમને છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓની ભૂમિમાંથી હું તમને એક વસ્તુ પણ આપવાનો નથી. મેં તે પ્રદેશ તો લોટના વંશજોને આપી દીધો છે.”‘

પુનર્નિયમ 3:16

અને રૂબેનના અને ગાદના વંશજોને મેં ગિલયાદથી માંડીને આનોર્નના કોતર સુધીનો પ્રદેશ આપ્યો હતો. કોતરનો મધ્ય ભાગ તે તેની દક્ષિણ સરહદ હતી અને આમ્મોનીઓની સરહદે આવેલી યાબ્બોક નદીએ એની ઉત્તર સરહદ હતી.

યહોશુઆ 12:2

હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો.

ન્યાયાધીશો 11:15

અને કહેવડાવ્યું કે,“મોઆબ કે આમ્મોનનો પ્રદેશ ઈસ્રાએલે લઈ લીધો છે તે હકીકત સાચી નથી.

Interlinear

Choose Theme