તે રાત્રે મોડેથી યાકૂબ ઊઠયો અને પોતાની બે પત્નીઓ, બે દાસીઓ, અને અગિયાર બાળકોની સાથે યાબ્બોક નદીને પાર ચાલ્યો ગયો.
Cross references
સાત વર્ષ પછી તેણે લાબાનને કહ્યું, “હવે મને રાહેલ સોંપી દો, જેથી હું તેની સાથે લગ્ન કરું. તમાંરે ત્યાં કામ કરવાની માંરી મુદત પૂરી થઈ છે.”
પુત્રને જન્મ આપતી વખતે રાહેલનું અવસાન થયું. જીવ જતાં જતાં તેણે તેનું નામ ‘બેનોની’ પાડયું હતું. પરંતુ તેના પિતા યાકૂબે તેનું નામ ‘બિન્યામીન’ પાડયું.
ઇસ્રાએલ ત્યાં થોડો સમય રોકાયો. જયારે તે ત્યાં હતો ત્યારે રૂબેન ઇસ્રાએલની દાસી બિલ્હાહ સાથે સૂઈ ગયો. ઇસ્રાએલે જયારે આ જાણ્યું ત્યારે તે બહું જ ગુસ્સે થયો.
પરંતુ આમ્મોનીઓના પ્રદેશમાં-યબ્બોક ખીણની આસપાસના કે પર્વતીય પ્રદેશમાં આવેલાં ગામોમાં જયાં જયાં જવાની આપણા દેવ યહોવાએ આપણને મનાઈ કરી હતી ત્યાં ત્યાં આપણે ગયા જ નહિ.
અને રૂબેનના અને ગાદના વંશજોને મેં ગિલયાદથી માંડીને આનોર્નના કોતર સુધીનો પ્રદેશ આપ્યો હતો. કોતરનો મધ્ય ભાગ તે તેની દક્ષિણ સરહદ હતી અને આમ્મોનીઓની સરહદે આવેલી યાબ્બોક નદીએ એની ઉત્તર સરહદ હતી.
હેશ્બોનવાસી અમોરીઓના રાજા સીહોન પાસે આર્નોનની ધારે આવેલા અરોએર અને ખીણનો મધ્યવર્તી પ્રદેશ, અને અર્ધા ગિલયાદ થી છેક આમ્મોનની સરહદ યાબ્બોક નદી સુધીનો પ્રદેશ હતો.
વ્યક્તિએ પોતાના બધા માણસોની સંભાળ લેવી જોઈએ. પણ, તેમાંય સૌથી અગત્યની વાત એ છે કે તેણે તેના પોતાનાં કુટુંબની સંભાળ લેવી જોઈએ. જે વ્યક્તિ આમ કરતી નથી, તો તે સાચા વિશ્વાસને (ઉપદેશ) સ્વીકારતી નથી. તે વ્યક્તિ તો અવિશ્વાસી કરતાં પણ ભૂંડો છે.