Home Bibles ☰ Books પુનર્નિયમ 2:9 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 2:9 · ગુજરાતી બાઇબલ

“ત્યાં યહોવાએ આપણને ચેતવણી આપતાં કહ્યું, ‘લોટના વંશજો મોઆબીઓને પણ છેડશો નહિ કે તેમની સાથે યુદ્ધ પણ કરશો નહિ, કારણ કે, તેઓના પ્રદેશમાંથી પણ હું તમને જમીન આપીશ નહિ. મેં આરનગર અને તે પ્રદેશ લોટના વંશજોને આપી દીધો છે.”‘

Cross references

ઊત્પત્તિ 19:36

આ રીતે લોતની બંન્ને પુત્રીઓ તેમના પિતાથી ગર્ભવતી થઈ. તેમનો પિતાજ તેમનાં બાળકોનો પિતા હતો.

ઊત્પત્તિ 19:37

મોટી પુત્રીએ એક પુત્રને જન્મ આપ્યો. તેણે તેનું નામ મોઆબ રાખ્યું. મોઆબ તે જ આજના મોઆબીઓનો પૂર્વજ છે.

ગણના 21:15

અને આર શહેરને મળતા ખીણો પર્વતો. આ જગ્યાઓ મોઆબની સરહદ પર આવેલી છે.”

ગણના 21:28

એક વખત હેશ્બોનમાંથી નીકળ્યાં હતાં આગ, જેમ સીહોનનાં લશ્કર; આર્નોનના પર્વતને ગળી જઈ, ભસ્મ કર્યુ મોઆબનું આર નગર.

ગણના 22:4

અને એમણે મિદ્યાનના આગેવાનોને કહ્યું, “જેમ કોઈ બળદ ચરામાંનું ઘાસ ખાઈ જાય છે, તેમ આ ધાડા આપણને ખાઈ જશે.” અને તે સમયે સિપ્પોરનો દીકરો બાલક મોઆબનો રાજા હતો.

પુનર્નિયમ 2:5

તેઓની સાથે યુદ્ધ શરૂ કરશો નહિ. કારણ કે સેઇર પર્વતનો એ સમગ્ર પર્વતીય પ્રદેશ મેં એસાવને કાયમી વારસા તરીકે સોંપી દીધો છે. હું તમને એમના પ્રદેશમાંથી એક વેંત જેટલી જમીન પણ આપીશ નહિ.

પુનર્નિયમ 2:18

‘આજે તારે મોઆબની સરહદે આવેલા આરને વટાવીને લોટના વંશજો

પુનર્નિયમ 2:29

યર્દન નદી ઓળંગીને અમાંરા દેવ યહોવા અમને જે ભૂમિ આપે છે ત્યાં અમાંરે જવું છે. અમને પસાર થવા દે જેમ સેઇરમાં વસતા એસાવના વંશજોએ તથા આરમાં વસતા મોઆબીઓએ થવા દીધાં.’

ન્યાયાધીશો 11:15

અને કહેવડાવ્યું કે,“મોઆબ કે આમ્મોનનો પ્રદેશ ઈસ્રાએલે લઈ લીધો છે તે હકીકત સાચી નથી.

ન્યાયાધીશો 11:17

ત્યારબાદ તેઓએ અદોમના રાજાને “તેના દેશમાં થઈને તેઓને જવા દેવ માંટે પરવાનગી લેવા સંદેશવાહકો મોકલ્યા.” પણ તેઓને પરવાનગી અપાઈ નહિ, તેથી તેઓએ મોઆબના રાજાને એવી જ રીતે વિનંતી કરી, પરંતુ તેણે પણ કહ્યું, ‘ના’ તેથી ઈસ્રાએલીઓ કાદેશના દેશમાં રહ્યાં.

2 કાળવ્રત્તાંત 20:10

“અને હવે જો, આ આમ્મોનીઓ, મોઆબીઓ અને અદોમીઓ આવ્યા છે. અમે ઇસ્રાએલીઓ મિસરમાંથી આવતા હતા ત્યારે તમે અમને એ લોકોના દેશમાં દાખલ થવા દીધા નહોતા એટલે અમે એક તરફ વળી ગયા, અને એ લોકોનો નાશ ન કર્યો.

ગીતશાસ્ત્ર 83:8

તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; અને લોતના વંશજોને સહાય કરી છે.

યશાયા 15:1

મોઆબ વિષે દેવવાણી. આર-મોઆબ અને કીર રાતોરાત ખેદાનમેદાન થઇ ગયાં અને કીર મોઆબ ઉજ્જડ થયું છે, નષ્ટ થયું છે.

Interlinear

Choose Theme