Home Bibles ☰ Books પુનર્નિયમ 14:26 · ગુજરાતી બાઇબલ
પુનર્નિયમ 14:26 · ગુજરાતી બાઇબલ

ત્યાં તમાંરે એ પૈસા વડે બળદ, ઘેટાં, દ્રાક્ષારસ અને સુરા તમાંરી જે ઈચ્દ્ધા હોય તે ખરીદવું અને તમાંરા દેવ યહોવા સમક્ષ તમાંરે અને તમાંરા કુટુંબે પ્રસન્નતાથી સૅંથે બેસીને ખાવું.

Cross references

પુનર્નિયમ 12:7

યહોવા તમાંરા દેવની હાજરીમાં તમે અને તમાંરા પરિવારોએ સાથે આનંદ માંણવો તમાંરા પરિશ્રમનાં ફળોથી સુખી રહો અને દેવે તમને જે બધાંથી આશીર્વાદીત કર્યા છે તેનાથી આનંદ માંણવો.

પુનર્નિયમ 12:12

ત્યાં તમાંરા દેવ યહોવાની સમક્ષ તમાંરાં સંતાનો, દાસદાસીઓ તેમ જ તમાંરાં ગામોમાં વસતા લેવીઓ સાથે આનંદ માંણવો; કારણ કે; એ લેવીઓને ભૂમિનો કોઈ ભાગ પોતાના માંટે પ્રાપ્ત થયેલ નથી.

પુનર્નિયમ 12:15

“તમાંરા વસવાટોમાં તમાંરા દેવ યહોવા આપે તેટલાં પ્રાણીઓનો તમે ખાવા માંટે ઉપયોગ કરી શકો છો. હરણ અથવા સાબર જેવા પ્રાણીઓ તમે છૂટથી ખાઇ શકો છો. તમે શુદ્વ કે અશુદ્વ હો તેનો કોઇ વાંધો નથી.

પુનર્નિયમ 12:18

આ બધું તમાંરે એક જ જગ્યાએ લાવવું, જે યહોવા તમાંરા દેવ પસંદ કરશે જયાં તમે, તમાંરાં બાળકો અને લેવીઓ યહોવા તમાંરા દેવની સમક્ષ તે તમાંરા નર અને નારી સેવકો, અને તમાંરા શહેરોમાં વસતા સાથે ખાઇ શકો. તમાંરાં પરિશ્રમનાં ફળોનો આનંદ યહોવા સમક્ષ સાથે માંણો.

પુનર્નિયમ 12:20

“જયારે તમાંરા દેવ યહોવા પોતે વચન આપ્યા મુજબ તમાંરો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઈચ્છા થાય તો ખાવું હોય એટલું ખાવાની છૂટ છે.

પુનર્નિયમ 26:11

અને પછી તમાંરા દેવ યહોવાએ તમાંરું અને તમાંરા કુટુંબનું જે ભલું કર્યુ છે તેને માંટે તમાંરે લેવીઓએ અને તમાંરી વચ્ચે રહેતા વિદેશીઓએ ભેગા મળીને આનંદોત્સવ કરવો.

એઝરા 7:15

અને અમે તમને તમારી સાથે લઇ જવા માટે ચાંદી અને સોનું આપી રહ્યાં છીએ, આ ઇસ્રાએલના દેવ માટે ભેટ છે, જે યરૂશાલેમમાં નિવાસ કરે છે.

એઝરા 7:22

3,400 કિલોચાંદી, 16,300 કિલોઘઉં, 600 ગેલનદ્રાક્ષારસ અને 600 ગેલન તેલથી પ્રમાણ વધી ન જાય; મીઠું જોઇએ તેટલું આપવું.

ગીતશાસ્ત્ર 106:14

રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા, અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!

સભાશિક્ષક 9:7

તેથી તારે રસ્તે ચાલ્યો જા, ખાનપાન કર અને જીવનનો આનંદ માણ, દેવ સમક્ષ તે માન્ય છે.

માથ્થી 21:12

ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા.

માર્ક 11:15

ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી.

યોહાન 2:14

ઈસુ યરૂશાલેમના મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં ઢોર, ઘેટાં અને કબૂતરો વેચનારાઓને જોયા. તેણે તેઓના મેજ પર નાણાવટીઓને બેઠેલા જોયા.

1 કરિંથીઓને 6:12

“દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ દરેક વસ્તુ સારી હોતી નથી. “દરેક વસ્તુઓ માટે મને છૂટ છે.” પરંતુ કોઈ પણ વસ્તુને હું મારા પર પ્રભુત્વ સ્થાપવા દઈશ નહિ.

1 કરિંથીઓને 10:6

આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા.

Interlinear

Choose Theme