Home Bibles ગીતશાસ્ત્ર 106:14 · ગુજરાતી બાઇબલ
ગીતશાસ્ત્ર 106:14 · ગુજરાતી બાઇબલ

રણમાં તેઓ પોતાની ઇચ્છાઓને આધીન થયા, અને વેરાન ભૂમિમાં દેવની પરીક્ષા કરી!

Cross references

નિર્ગમન 17:2

તેથી લોકોએ મૂસા સાથે તકરાર કરી અને કહ્યું, “અમને પીવા માંટે પાણી આપો.”એટલે મૂસાએ તેમને કહ્યું, “તમે લોકો માંરી સાથે શા માંટે તકરાર કરો છો? તમે યહોવાની કસોટી શા માંટે કરો છો?” તમે એમ સમજો છો કે દેવ આપણી સાથે નથી?”

ગણના 11:4

ઇસ્રાએલીઓ સાથેના કેટલાક લોકો સારું સારું ખાવાના લાલચુ હતા; તેઓને મિસરનો ખોરાક યાદ આવ્યો. ઇસ્રાએલીઓમાં પણ અસંતોષ વધતાં તેઓએ રોદણાં રડવા લાગ્યા. “અરે! અમને ખાવા માંટે માંસ કોણ આપશે?

ગણના 11:33

પણ હજું માંસ તેમના દાંત વચ્ચે જ હતું. તેમણે ચાવ્યું પણ નહોતું ત્યાં તો તેમના ઉપર યહોવાનો રોષ ભભૂકી ઊઠયો; છાવણીમાં ભયંકર રોગનો ઉપદ્રવ ફાટી નીકળ્યો. મરકીમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા.

ગણના 14:22

જે લોકોએ માંરું ગૌરવ અને મિસરમાં તથા અરણ્યમાં માંરાં પરાક્રમો જોયાં છતાં દશદશ વખત માંરું પારખું કર્યુ છે અને માંરું કહ્યું માંન્યું નથી,

પુનર્નિયમ 9:22

“ફરીથી તમે તાબએરાહમાં, માંસ્સાહમાં અને કિબ્રોથ-હાત્તાવાહમાં પણ યહોવાનો કોપ વ્હોરી લીધો હતો.

ગીતશાસ્ત્ર 78:18

તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી, દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.

ગીતશાસ્ત્ર 78:30

પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ, અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.

ગીતશાસ્ત્ર 78:40

તેઓએ વષોર્ દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું; અને રાનમાં દુ:ખી તેમને કર્યા.

ગીતશાસ્ત્ર 95:8

દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં, પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.

1 કરિંથીઓને 10:6

આ બાબતો જે બની તે આપણા માટે ઉદાહરણરૂપ છે. આ ઉદાહરણોએ આપણને પેલા લોકોની જેમ દુષ્ટ કામો કરવાની ઈચ્છામાંથી રોકવા જોઈએ, જે તે લોકોએ કર્યા.

1 કરિંથીઓને 10:9

તેઓમાંના કેટલાએકે જેમ કર્યુ તેમ આપણે પ્રભુનું પરીક્ષણ ન કરવું જોઈએ. તેઓ સર્પો દ્વારા મૃત્યુ પામ્યા કારણ કે તેઓએ પ્રભુનું પરીક્ષણ કર્યુ હતું.

હિબ્રૂઓને પત્ર 3:8

ઈસ્રાએલ પ્રજાએ અરણ્યમાં કર્યું તેમ તમે તમારા હ્રદયો કઠોર કરશો નહિ, અરણ્યમાં પ્રવાસ કરતી વખતે કસોટીના સમયમાં તેઓએ દેવ વિરૂદ્ધ બળવો કર્યો.

Interlinear

Choose Theme