Home Bibles યોહાન 2:14 · ગુજરાતી બાઇબલ
યોહાન 2:14 · ગુજરાતી બાઇબલ

ઈસુ યરૂશાલેમના મંદિરમાં ગયો. ઈસુએ મંદિરમાં ઢોર, ઘેટાં અને કબૂતરો વેચનારાઓને જોયા. તેણે તેઓના મેજ પર નાણાવટીઓને બેઠેલા જોયા.

Cross references

પુનર્નિયમ 14:23

અને દેવે જે જગ્યા પોતાના પવિત્રસ્થાન માંટે નણ્ી કરી હોય ત્યાં તેમની સમક્ષ આ દશાંશ ખાવા માંટે લાવવો. તમે અનાજનો, દ્રાક્ષારસનો, તથા તેલનો દશમો ભાગ તેમ જ તમાંરાં ઢોરો તથા ઘેટાં બકરાંના પ્રથમજનિતને પણ ખાઈ શકો, તેથી તમે તમાંરા દેવ યહોવૅંથી હંમેશા ડરીને જીવતાં શીખશો.

માલાખી 3:1

સૈન્યોનો દેવ યહોવા કહે છે, “જુઓ, હું મારા પહેલા માર્ગને સાફ કરવા મારા દૂતને મોકલનાર છું. અને તમે જેની શોધમાં છો, તે યહોવા અચાનક પોતાના મંદિરમાં પ્રવેશ કરશે, તમે જેને જોવાને તલસી રહ્યા છો તે કરારનો દૂત આવી રહ્યો છે.

માથ્થી 21:12

ઈસુ મંદિરમાં ગયો અને જેઓ વેચાણ કરવાનો અને ખરીદવાનો ધંધો મંદિરમાં કરતા હતા તે બધાને હાંકી કાઢયા અને શરાફોના ગલ્લા અને કબૂતર વેચનારાઓના આસનો તેણે ઊંધા વાળ્યા.

માર્ક 11:15

ઈસુ અને તેના શિષ્યો યરૂશાલેમમાં ગયા. તે મંદિરમાં ગયો. ઈસુએ ત્યાં જે લોકો વસ્તુઓ વેચતા હતા અને ખરીદતા હતા તેઓને બહાર કાઢવાની શરૂઆત કરી. ઈસુએ નાણાવટીઓની મેજો તથા કબૂતર વેચનારાઓની પાટલીઓ ઊંઘી વાળી.

માર્ક 11:17

પછી ઈસુએ લોકોને ઉપદેશ આપ્યો. તેણે કહ્યું, ‘શાસ્ત્રોમાં તે લખેલું છે. ‘મારું ઘર બધા લોકો માટેનું પ્રાર્થનાનુ ઘર કહેવાશે.’ પરંતુ તમે દેવના ઘરને ‘ચોરોને છુપાવા માટેની જગ્યામાં ફેરવો છો.’

લૂક 19:45

ઈસુ મંદિરમાં પ્રવેશ્યો અને વસ્તુઓ વેચનારાઓની વસ્તુઓ બહાર ફેંકવા માડી.

Interlinear

Choose Theme